• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Koli Samaj Festival To Be Held At Dada Bhagwan Mandir At Kamrej, Koli Samaj Leaders Of All Political Parties Will Be Present

સુવર્ણ જયંતિ મહોત્સવ:કામરેજ ખાતે દાદા ભગવાન મંદિરમાં થશે કોળી સમાજનો મહોત્સવ, તમામ રાજકીય પક્ષના કોળી સમાજના નેતાઓ હાજર રહેશે

સુરત10 દિવસ પહેલા
કામરેજના દાદા ભગવાન મંદિર કમ્પાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
  • આવતીકાલે સાંજે 5 વાગ્યે કાર્યક્રમ યોજાશે
  • કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્ચ્યુઅલી જોડાશે

કોળી સમાજનું રાજકીય રીતે ખૂબ જ મહત્વ છે. સમગ્ર દેશમાં અંદાજે 18 કરોડ કરતાં વધારે કોળી પટેલોની સંખ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી "સુવર્ણ જયંતિ મહોત્સવ" ઉજવણી કરવામાં આવી રહી છે. કામરેજના દાદા ભગવાન મંદિર કમ્પાઉન્ડમાં કાર્યક્રમનું આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ રાજકીય પક્ષ સાથે જોડાયેલા કોળી સમાજના નેતાઓ હાજર રહેશે.

સમગ્ર દેશભરથી લોકો ઉપસ્થિત રહેશે
કામરેજના દાદા ભગવાન મંદિર કમ્પાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય કોળી સમાજનું દેશના 18 રાજ્યોમાં સંઘઠન છે. કોળી સમાજના અનેક સાંસદો, ધારાસભ્યો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, આઈએએસ, આઈપીએસ આ સુવર્ણ જ્યંતિ મહોત્સવમાં હાજરી આપશે. 14 મેના રોજ સાંજે 5 કલાકે કાર્યક્રમ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના સમગ્ર દેશભરથી લોકો ઉપસ્થિત રહેશે.

તમામ પક્ષના નેતાઓ કાર્યક્રમમાં હાજરી આપશે
ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું કે કાર્યક્રમમાં મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતે ઉપસ્થિત રહેવાના હતા પરંતુ તેમના વ્યસ્ત કાર્યક્રમને કારણે તેઓ હાજર નહીં રહી શકે તે પ્રકારનો સંદેશો આવ્યો છે. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્ચ્યુઅલી જોડાશે. દેશભરમાં જેટલા પણ લોકો રાજકીય રીતે કે સામાજિક અગ્રણી તરીકે હશે તે તમામ લોકો તમામ પક્ષના નેતાઓ કાર્યક્રમમાં હાજરી આપશે. કોઇપણ રાજકીય પક્ષમાં રહેતા હોય પરંતુ સમાજના હિતમાં કામ કરતા હોય તેવા તમામ રાજકીય નેતાઓની પણ ઉપસ્થિત રહેવાની છે. કારણ કે જેટલી પણ બેઠકો આ કાર્યક્રમના સંદર્ભમાં કરવામાં આવી છે ત્યારે તમામ નેતાઓ અમારી સાથે રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...