હુનર હાટ:હુનર હાટમાં કોલ્હાપુરી ચંપલ તથા જુવારની જ્વેલરી આકર્ષણનું કેન્દ્ર

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે 300 સ્ટોલ પર 15 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર 11થી 20 ડિસેમ્બર સુધી હુનર હાટનું આયોજન કરાયું છે. જેમાં મંગળવારે ત્રીજા દિવસે 300 સ્ટોલ પર 15 હજારથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. હુનર હાટમાં કોલ્હાપુરી ચંપલ અને કોલકાતાના ડિઝાઇનર દ્વારા જુવારમાંથી બનાવેલી જ્વેલરી સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. જ્યારે સર્કસનાં બંને શો હાઉસ ફૂલ થતા લોકોએ ઉભા ઉભા સર્કસનો આનંદ માણ્યો હતો. રાત્રે ગાયક અમિત કુમાર અને પ્રિયા મલિકે ગીતો રજૂ કરતા સુરતીઓ ઝૂમી ઉઠ્યા હતા.

જ્વેલરીની કિંમત 100થી 2 હજાર સુધીની
કોલકાતાથી આવેલા પુતુલ મિત્રાએ જુવારમાંથી વિવિધ પ્રકારની જ્વેલરી બનાવી છે. જે મહિલાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટેટ એવોર્ડ વિજેતા પુતુલ 21 વર્ષથી જુવારમાંથી જ્વેલરી બનાવે છે. પહેલા તેમણે બ્રેસલેટ અને બુટ્ટી બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધીરેધીરે દુલ્હન સેટ સહિતની જ્વેલરી બનાવવાની શરૂઆત કરી હતી. હાલ તેઓ જુવારમાંથી નેકલેસ, ચોકર, બિંદી પણ બનાવી રહ્યા છે. જેની કિંમત 100થી 2 હજાર સુધી છે.

અન્ય સમાચારો પણ છે...