• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • An Area Of Surat Known For Its Anti social Elements, Now Most Of The Youths From This Area Are Being Recruited In Police Army.

સડક સે સરહદ તક...:અસામાજિક તત્વોથી ઓળખાતો સુરતનો વિસ્તાર, હવે સૌથી વધુ આ જ વિસ્તારના યુવાનો થઈ રહ્યા છે પોલીસ-આર્મીમાં ભરતી

સુરત2 દિવસ પહેલા

કહેવત છે ને કે "સફળતા તેને જઈ વરે જે પરસેવે નહાય" સફળતા એમ જ નથી મળતી. સફળતા માટે તનતોડ મહેનત કરવી પડે છે અને તે પણ કોઈ પણ બહાના વગર.. અને આ જ વાતને સુરતના યુવાનોએ પોતાની અથાગ મહેનતથી સાબિત કરી બતાવી છે. સુરતના યુવાનો કોઈ પણ સુવિધા વગર રોડ પર પ્રેક્ટીસ કરી, મહેનત કરી અને આખરે સેના, પોલીસ અને હવે સરકારની અગ્નિવીર યોજનામાં ભરતી થયા છે. એક સમયે આ યુવાનોનો વિસ્તાર અસામાજિકતત્વોથી ઓળખાતો હતો.

માત્ર સરકારની રાહ જોઈને પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે સમયનો હોવાને કારણે આવા અનેક પ્રશ્નોને કારણે લોકો પોતાની રીતે સફળતા મેળવી શકતા નથી. પરંતુ જેમણે નક્કી કર્યું છે કે કંઈક કરી છૂટવું છે અને પોતાના સ્વપ્નને સાકાર કરવું છે તેવો કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પણ આગળ આવીને પોતાના જઈને પરિપૂર્ણ કરી લે છે.

આર્થિક સ્થિતિ સારી ન હોવાથી રસ્તા પર પ્રેક્ટીસ કરતા યુવાનો.
આર્થિક સ્થિતિ સારી ન હોવાથી રસ્તા પર પ્રેક્ટીસ કરતા યુવાનો.

જીવના જોખમે પ્રેક્ટીસ કરી સફળતા મેળવી
સુરતના ડીંડોલી વિસ્તારમાં સડક સે સરહદ તક યુવાનોનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપનો ઉદ્દેશ ભારતીય સેનામા સેવા આપી દેશની રક્ષા કરવાનો છે, આ ગ્રુપના યુવાનો કડકડતી ઠંડી હોય કે પછી ઉનાળો હોય જીવના જોખમે જાહેર રસ્તા પર દોડી જાત મહેનત કરતા હોય છે. આખો દિવસ લાઈબ્રેરીમા અભ્યાસ કરી પોતાના સપના સાકાર કરવા મહેનત કરતા હોય છે. પ્રાઇવેટ જોબ સાથે પોતાના સપના પુરા કરવા ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે પણ પરીવારજનો અને મિત્રોનૈ સાથ સહકારથી એમનો જુસ્સો વધારે મજબુત થતો ગયો અને આખરે વર્ષો સુધી રાત દિવસ મહેનત કરી આજે યુવાનો સરકારની અગ્નીવીર જેવી યોજનામાં જોડાયા છે. યુવાનોની પસંદગી થતા આ ગ્રુપમાં ખુશીની લહેર જોવા મળી હતી. પરિવારના સભ્યો પણ ગર્વ અનુભવી રહ્યા છે. તો બીજી તરફ અન્ય તાલીમ લઇ રહેલા યુવાનોમાં પણ વધારે જોશ જોવા મળે છે.

કેવી રીતે બન્યું ગ્રુપ?
સડક સે સરહદ તક ગ્રુપના સભ્ય મહેશભાઈ ઇન્દવેએ જણાવ્યું હતું કે આ ગ્રુપ 8 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. 8 વર્ષ પહેલા સ્થાનિક યુવાનો આર્મી, પોલીસ ભરતી માટે અહીં દોડ માટે આવતા હતા અને બાદમાં ભેગા મળીને અમે ગ્રુપ બનાવ્યું હતું અને તે ગ્રુપનું નામ સડક સે સરહદ તક રાખ્યું હતું. જે તે સમયે અમે 5થી 10 લોકો જ અહી પ્રેક્ટીસ માટે આવતા હતા પરંતુ હવે 150થી 200 લોકો પ્રેક્ટીસ માટે આવે છે. જાહેર રોડ પર એટલે કે નવાગામ નંદનવન રોડ પર દોડીને પ્રેક્ટીસ કરે છે.

શાકભાજીની લારી ચલાવનારનો દીકરી આર્મીમાં જોડાયો.
શાકભાજીની લારી ચલાવનારનો દીકરી આર્મીમાં જોડાયો.

રોડ પર પ્રેક્ટીસ કરીને યુવાનો પોલીસ, આર્મીમાં ભરતી થયા
અહીં રહેતા યુવાનોમાં એક ઝુનુન છે અને તે ઝુનુન છે દેશની સેવા કરવાનો. આર્મી કે પોલીસમાં જોડાઈને દેશની સેવા કરવાનો... પરંતુ અહીં પ્રેક્ટીસ કરતા કેટલાક યુવાનો આર્થિક રીતે પણ સક્ષમ નથી. આર્મીમાં જોડાવા માટે શારીરિક સજ્જતા અને એક પ્રકારની ફીટનેસની જરૂરિયાત હોય છે. જેના માટે વહેલી સવારે અહીં યુવાનો ભેગા થાય છે. જે પૈકી કેટલાક યુવાનો એવા પણ છે જેમની પાસે ટ્રેનિંગ શૂટ કે શુઝ પણ નથી હોતા. તો કેટલાક યુવાનો આખો દિવસ ભણવાનું અને નોકરી કરીને લોથપોથ થઈ જવા છતાં વહેલી સવારે સખત ટ્રેનિંગ લઈ સજ્જતા કેળવે છે. પરંતુ આ યુવાનોએ નક્કી કરી જ લીધું છે કે તેઓ દેશ માટે કઈ પણ કરવા તૈયાર છે અને 8 વર્ષ પહેલા બનેલા આ ગ્રુપમાંથી અત્યાર સુધી અલગ અલગ ભરતીઓમાં પસંદગી પામી રહ્યા છે.

સુરતના વિવિધ વિસ્તારોમાંથી યુવાનો ટ્રેનીંગ લેવા આવે છે
નવાગામ ડીંડોલી વિસ્તારમાં છેલ્લા 8 વર્ષથી યુવાઓને પ્રેરણા આપનાર સડક સે સરહદ તક ગ્રુપનો ઉદ્દેશ દેશની સેવાનો છે. આ ગ્રુપમાં સામેલ થનારા યુવાનોનો મુખ્ય આશય આર્મીમાં જોડાઈ દેશ સેવા કરવાનો હોય છે. જોકે ગ્રુપમાં જોડાયેલા તમામ યુવાઓ પોતે જ એકબીજાની મદદથી ટ્રેનીંગ કરે છે અને તાલીમ પણ મેળવે છે. કેટલાક યુવાઓ તો એવા પણ છે કે જે પ્રાઈવેટ જોબ પણ કરે છે અને સાથે જ ગ્રુપ સાથે જોડીને સખત મહેનત કરે છે. અહીં શહેરના લિંબાયત, ઉધના, ભેસ્તાન, પાંડેસરા અને છેક ગંગાધરાથી પણ યુવાનો ગ્રુપમાં જોડાયા છે અને પ્રેક્ટીસ કરી રહ્યા છે.

કેટલાકના માતા પિતા ખૂબ જ ઓછું અક્ષર જ્ઞાન ધરાવે છે
કેટલાકના માતા પિતા ખૂબ જ ઓછું અક્ષર જ્ઞાન ધરાવે છે

ઉદાસ થવાને બદલે યુવાનો હિંમતભેર આગળ વધ્યા
હાલ જે યુવાનોની પસંદગી થઈ રહી છે તેમના પૈકીના મોટાભાગની આર્થિક સ્થિતિ સારી નથી. કેટલાકના માતા પિતા ખૂબ જ ઓછું અક્ષર જ્ઞાન ધરાવે છે. કોઈકના પિતા મિશળ નાસ્તાની લારી ચલાવે છે. તો કોઈના પિતા રીક્ષા, કટલેરીની દુકાન કે શાકભાજી વેચી રહ્યા છે. આવી સ્થિતિમાં પણ પોતાના બાળકોને સરકારનો કોઈપણ વિશેષ પ્રોત્સાહન વગર જાત મહેનતથી આગળ વધતા યુવાનોને જોઈને ગર્વ થઈ રહ્યો છે. અમારી પાસે સુવિધા નથી અમને કોઈ મદદ કરતું નથી આવી વાતો કરીને ઉદાસ થવાને બદલે તેઓ હિંમતભેર આગળ વધી રહ્યા છે.

વિસ્તારની ઓળખ બદલી નાખી
સૂર્યવંશી યશ ભાલચંદ્રએ જણાવ્યું કે શરૂઆતમાં અમે લોકો ખૂબ ઓછા લોકો સડક સે સરહદ તક ગ્રુપમાં જોડાયા હતા. ત્યાં અમારા સિનિયર અમુલભાઈ, ભટુભાઈ સહિતના કેટલાક વ્યક્તિઓએ અમને ખૂબ મદદ કરી. નવાગામ ડીંડોલી વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે તેને કારણે આ વિસ્તારની છબી પણ ખૂબ જ ખરડાયેલી છે. પરંતુ અમે લોકો જે રીતે દેશભક્તિ માટે આર્મીમાં જોડાઈ રહ્યા છે તેને કારણે આજે સુરત શહેરના સૌથી વધુ દેશ સેવામાં જોડાતા યુવકોની સંખ્યા નવાગામ ડીંડોલી વિસ્તારના છે. અમને ખૂબ આનંદ થાય છે કે અમે અમારા વિસ્તારની ઓળખ બદલી રહ્યા છે.

સપનું સાકાર કરવા માટે તાકાત લગાડી દીધી.
સપનું સાકાર કરવા માટે તાકાત લગાડી દીધી.

સપનું સાકાર કરવા માટે અમારી તાકાત લગાડી
સૂર્યવંશી યશે વધુમાં જણાવ્યું કે, હું પોતે એકાઉન્ટન્ટની નોકરી કરતો હતો. અમારા સિનિયરએ મને કહ્યું કે તું આ નોકરી છોડી દે. અમે તારા ઘરે તારો પગાર પહોંચાડીને તને મદદ કરીશું. તારું આખું ફોકસ આર્મીની પસંદગી માટે લગાડી દે. પરંતુ મેં પણ મારી જવાબદારી નિભાવવાનું નક્કી કરી લીધું હતું. આખો દિવસ નોકરી કરતો વહેલી સવારે ખૂબ મહેનત કરતો મારા પરિવારનું મારા ઘરનું પણ ધ્યાન રાખજો અને નોકરીમાં પણ સારી રીતે ફરજ અદા કરતો હતો. અમારી પાસે ફિઝિકલી ફિટ થવા માટે કોઈ સુવિધા નથી. જીમમાં કે અન્ય કોઈ ટ્રેનિંગ કરવા માટે જઈને પૈસા ખર્ચી શકાય એવી અમારી સ્થિતિ ન હતી છતાં અમે અમારો સપનું સાકાર કરવા માટે અમારી તાકાત લગાડી દીધી અને આખરે અમે દેશની સેવા માટે પસંદ થઈ રહ્યા છે.

નાસ્તાની લારી ચલાવતા-ચલવતા પ્રેક્ટીસ કરી
સણીયા કણદે રોડ ઉપર મિસળની લારી ઉપર કામ કરી રહેલા આ બાપ-દીકરાઓ છે સંતોષ પાટીલ અને તેમનો પુત્ર હર્ષ પાટીલ. આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે સણીયા કણદેમાં તેમનું ભાડાનું મકાન છે અને અહીં તેઓ મરાઠી વસતી હોવાને કારણે પ્રચલિત મરાઠીઓનો નાસ્તો બનાવીને વેચે છે. સવારે તેઓ નાસ્તાની લારી લગાડે છે અને બપોર સુધીમાં વેચાણ કરીને પરત જતા રહે છે. આ કામમાં તેમની પત્ની પણ તેમને સાથ આપે છે. પુત્ર હર્ષ પાટીલ પણ સમય મળતા પિતાની લારી ઉપર આવીને તેમને મદદરૂપ થાય છે.

નાસ્તાની લારી ચલાવનારનો દીકરો અગ્નિવીર જવાન બન્યો.
નાસ્તાની લારી ચલાવનારનો દીકરો અગ્નિવીર જવાન બન્યો.

અગ્નિપથ સ્કીમ હેઠળ પસંદગી પામ્યો
સંતોષ પાટીલે જણાવ્યું કે ખૂબ આનંદ થાય છે કે આજે અમારા વિસ્તારના યુવાનો દેશની સેવા કરવા માટે આગળ આવી રહ્યા છે મારો પોતાનો પુત્ર હર્ષ પાટીલ છેલ્લા ત્રણ ચાર વર્ષથી સખત પરિશ્રમ કરતો હતો અને દેશની સેવા કરવા માટે આર્મીમાં ભરતી થવા માટે પ્રયાસ કરતો હતો. આખરે તેની મહેનત રંગ લાવી અને તે દેશની સેવા કરવા માટે અગ્નિપથ સ્કીમ હેઠળ પસંદગી પામ્યો છે અને આગામી દિવસોમાં દેશની સેવા કરવા માટે સરહદ ઉપર જશે. અમારી આર્થિક સ્થિતિ સારી નથી. અમારી પાસે વધુ રૂપિયા પણ નથી કે અમારા દીકરાઓને યોગ્ય ટ્રેનિંગ આપવા માટે રૂપિયા ખર્ચીને મોકલી શકે પરંતુ અહીં અમુલભાઈ અને ભટુભાઈ કરીને જે એમના સિનિયર વ્યક્તિઓ છે તેમને માર્ગદર્શન આપી રહ્યા છે અને તેઓ યુવાનોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

યોગ્ય સુવિધા ન હોવા છતાં પ્રેક્ટીસ કરી
હર્ષ પાટીલે જણાવ્યું કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું સતત પરિશ્રમ કરતો હતો. દોડવા માટે યોગ્ય સુવિધા ન હોવા છતાં પણ અમે સડક સે સરહદ તક ગ્રુપ સાથે જોડાઈને મહેનત કરવાનું શરૂ કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા જે અગ્નિપથ સ્કીમ શરૂ કરવામાં આવી છે ત્યાં અંતર્ગત મારી પસંદગી થઈ છે. હવે હું દેશની સેવા કરવા માટે જઈ રહ્યો છું જેનો મને ખૂબ જ આનંદ છે. જે લોકોએ પણ અમને મદદ કરી છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું.

અગ્નિવીર જવાન બનવાની પ્રેક્ટીસ દરમિયાન લારી પર કામ પણ કરતો હતો.
અગ્નિવીર જવાન બનવાની પ્રેક્ટીસ દરમિયાન લારી પર કામ પણ કરતો હતો.

યુવાનોમાં સારા સંસ્કારો છે અને દેશભક્તિ છે
અજય સિંહના પિતા હરિનાથ યાદવે જણાવ્યું કે મારો દીકરો પણ સીઆઈએસએફમાં પસંદગી પામ્યો છે. હું પોતે ઉધના રેલવે સ્ટેશન પાસે શાકભાજીનું વેચાણ કરું છું. વર્ષોથી અમે નવાગામ ડીંડોલી વિસ્તારમાં સ્થાયી થયા છે. આર્થિક સ્થિતિ અમારી ખૂબ જ નબળી છે. હું ઘણા વર્ષોથી શાકભાજીનો ધંધો કરી રહ્યો છું. શરૂઆતમાં અજયસિંહ મને કહેતો કે મારે દેશની સેવા કરવી છે અને આર્મીમાં ભરતી થવું છે. પરંતુ અમારી આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે હું તેને વધારે પ્રોત્સાહન આપી શકતો ન હતો અને આ બાબતે વધુ જવાબ પણ આપતો ન હતો. પરંતુ મને ખ્યાલ હતો કે મારા પુત્રની ઈચ્છા દેશની સેવા કરવાની છે અને તેના માટે તે આર્મીમાં જવા ઈચ્છી રહ્યો છે.

લોકોની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ નબળી
આખરે આ અમારા વિસ્તારના કેટલાક યુવાનોનું ગ્રુપ છે અને તે ગ્રુપમાં તે જાય છે અને તેઓ ત્યાં સખત પરિશ્રમ કરે છે અને મને જાણવા મળ્યું છે તે પ્રમાણે ઘણા ખરા છોકરાઓ એક સાથે પ્રેક્ટિસ કરે છે અને તેમની પસંદગી પણ થઈ રહી છે જેનો મને ખૂબ જ આનંદ છે. આ વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ પણ એટલી નબળી છે છતાં પણ યુવાનોમાં સારા સંસ્કારો છે અને દેશભક્તિ છે જેને કારણે તેઓ આગળ આવી રહ્યા છે.

પ્રેક્ટીસ માટે મેદાન ન હોવાથી રસ્તા પર પ્રેક્ટીસ કરવી પડી રહી છે.
પ્રેક્ટીસ માટે મેદાન ન હોવાથી રસ્તા પર પ્રેક્ટીસ કરવી પડી રહી છે.

અમારી પાસે કોઈ સુવિધા નથી: ગ્રુપ સભ્ય મહેશ ઇન્દવે
સડક સે સરહદ તક ગ્રુપના સભ્ય મહેશભાઈ ઇન્દવેએ જણાવ્યું હતું કે અમારી પાસે કોઈ મેદાન નથી. અમે જાહેર રોડ પર ડામરના રસ્તા પર દોડીને પ્રેક્ટીસ કરીએ છીએ. અમે અનેકવાર તંત્ર પાસે રજૂઆત કરી છે પણ હજુ સુધી અમારી કોઈ માંગ પૂરી થઇ નથી. અમે દરેક સિઝનમાં રોડ પર મહેનત કરીએ છીએ. અમારી ઈચ્છા છે કે યુવાનો આ મામલે આગળ વધે અને દેશ સેવામાં જોડાઈને સપનું પૂરું કરે.

પરીક્ષા પહેલા જ પગમાં ઈજા થઈ છતાં પરીક્ષા આપી ને પસંદગી થઈ
પંકજ ઉપાધ્યાય જણાવ્યું કે અમારું ગ્રુપ પહેલા ખૂબ જ નાનું હતું જેમાં અમુલભાઈ, નિલેશભાઈ, બાપુજી તેમાં અન્ય લોકો અમને ખૂબ જ સહકાર આપી રહ્યા છે. જે ઇન્ડિયન આર્મીમાં પણ સેવા આપે છે. અમારી પાસે યોગ્ય સુવિધા પણ દોડવાની નથી. અમને સમયાંતરે ઈજા થતી રહે છે. કેટલા યુવાનો જેવો હાલ શારીરિક સક્ષમ થવા માટેની તૈયારી કરી રહ્યા છે તેમને આવી ઈજાનો સામનો કરવો પડી રહ્યો છે. મારી પોતાની જ્યારે ફિઝિકલ ફિટનેસની પરીક્ષા હતી તેના એક સપ્તાહ પહેલા જ મને પગમાં ખૂબ જ ગંભીર ઈજા થઈ ગઈ હતી જેને પગલે મેં ભરતી થવા માટે જવાનું પણ ટાળવાનો વિચાર કરી લીધો હતો પરંતુ મારા સિનિયરે કહ્યું કે આટલા વર્ષથી મહેનત કરી રહ્યો છે તો આજ તો ગુમાવવા જેવી નથી તું પસંદ થઈ જશે પ્રયત્ન કરી લે અને આખરે મારી પસંદગી થઈ ગઈ છે.

સડક સે સરહદ તક ગ્રુપ દ્વારા યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે.
સડક સે સરહદ તક ગ્રુપ દ્વારા યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે.

યુવાનો વિસ્તાર અને શહેરનું નામ આગળ લાવી રહ્યા છે
અહીં કોઈ સુવિધા નથી અને તેના કારણે ખૂબ મુશ્કેલી પડે છે. યુવાનોમાં દેશની સેવા કરવાની ખૂબ જ ઈચ્છા છે પરંતુ સુવિધા ન હોવાને કારણે આગળ વધી શકતા નથી. અમે અમારી રીતે કોઈપણ સુવિધા વગર પ્રયાસ કર્યો અને સફળ થયા પરંતુ જો યોગ્ય સુવિધા હોય તો હજુ મોટા પ્રમાણમાં યુવાનો પસંદગી પામી શકે છે. અમારા વિસ્તારમાં સામાજિકતત્વો ખૂબ વધુ પ્રમાણમાં હોવાથી નવાગામ ડીંડોલીનું નામ સાંભળતા જ એક ખોટી ઈમેજ ઉભી થાય છે. પરંતુ અમને ગર્વ છે કે અમે એ જ વિસ્તારમાં રહીને દેશની સેવા કરવા માટે આગળ આવી રહ્યા છે અને અમારા વિસ્તાર અને શહેરનું નામ આગળ લાવી રહ્યા છીએ.

સડક સે સરહદ તક ગ્રુપના કેટલાક યુવાનો કઈ કઈ જગ્યાએ જોડાયા તેની વિગતવાર માહિતી

  • ભટુ પાટીલ ( આસામ રાઇફલ )
  • પ્રદીપ પાટીલ (CRPF)
  • યોગેશ પાટીલ (BSF)
  • રાહુલ કોળી (BSF)
  • સુરજ પવાર (BSF)
  • દિનેશ મરાઠે (CRPF)
  • નવલ પાટીલ (CISF)
  • અજય યાદવ (CISF)
  • સમાધાન પાનપાટીલ (આસામ રાઇફલ)
  • નિલેશ પાટીલ (આર્મી કમાન્ડો )
  • રાહુલ પાળધી (BSF)
  • શુભમ ગૌસ્વામી (ITBP)
  • ચેતન રાજપુત (MSF)
  • નિતિન મહાજન (CRPF)
  • શિવકુમાર મંગળે (BSF)
  • જ્ઞાનેશ્વર કુમાવત (MTS)
  • નરેન્દ્ર ચિત્તે (BSF)
  • યોગેશ પાટીલ (CRPF)
  • રાહુક બંસલ (SSB)
  • નિલેશ કામળે (આર્મી)
  • દિપક મરાઠે ( આર્મી)
  • અમોલ પાટીલ (આર્મી)
  • મહેશ પાટીલ (આર્મી)
  • શ્રીકેશ યાદવ (આર્મી)
  • અજય ચિત્તે (આર્મી)
  • જ્ઞાનેશ્વર પાટીલ (આર્મી)
  • શુભમ યાદવ (આર્મી)
  • સુરજ યાદવ (આર્મી)
  • વિશાળ પાટીલ (આર્મી)
  • રાહુલ પાટીલ (આર્મી)
  • સાગર પાટીલ (આર્મી)
  • સોનુ પાટીલ (આર્મી)
  • સુનિલ પાલ (આર્મી)
  • દિપક પાટીલ (આર્મી)
  • વિજય આવરે (આર્મી)
  • કિશન પાટીલ (આર્મી)
  • વિપુલ પાટીલ (આર્મી)
  • યશ સુર્યવંશી (આર્મી)
  • નરેશ બાવીસ્કર (આર્મી)
  • હર્ષલ પાટીલ (આર્મી)
  • પંકજ ઉપાધ્યાય (આર્મી)
  • જીગ્નેશ પરમાર (આર્મી)
  • અમન કુસવાહ (આર્મી)
  • નિતેશ ગુપ્તા (આર્મી)
  • ભગવતસિંગ રાજપુત
  • જયસિંગ વેગાડ (આર્મી)
  • કુલદિપ ગોહિલ (આર્મી)
  • ગણેશ સોની (આર્મી)
  • કિશોર પ્રજાપતી (આર્મી)
  • નિતેશ સિંગ (આર્મી)
  • મેહુલ કદમ (આર્મી)

ગુજરાત પોલીસ

  • ધનંજય સોલંકે ASI ગુજરાત પોલીસ
  • રાહુલ લાંડગે
  • રવિન્દ્ર શિરસાઠ
  • વિજય કેલકર
  • સંદિપ પાટીલ
  • મુકેશ પાટીલ
  • કલ્પેશ પાટીલ
  • ચેતન પાટીલ
  • સમાધાન પાટીલ
  • અજય ગિરાસે
  • રાજેશ મરાઠે
  • સંદિપ પાટીલ
  • જયેશ પાટીલ
  • ધર્મિષ્ઠા ઝાલા
  • સંતોષ પાટીલ
  • દિપક પાટીલ
  • મનોજ પાટીલ
  • પંકજ પાટીલ
  • દિનેશ નિકુમ
  • ફાયર વિભાગ
  • ભુષણ પાટીલ
  • પ્રદીપ પાટીલ
  • સુમીત કેલકર
  • પંકજ રાજપુત
  • નિર્મલ પાટીલ
  • અનિલ પાળધી
  • તુષાર પાટીલ
  • જ્ઞાનેશ્વર વાઘ (ફોરેસ્ટ વિભાગ)
અન્ય સમાચારો પણ છે...