વેક્સિનેશન માટે બારણાં ખખડાવશે SMC:નોક ધ ડોર સુરત કોર્પોરેશને વેક્સિનેશન માટે કેમ્પેઈન શરૂ કર્યું, દિવાળી સુધી તમામ સુરતીઓનું રસીકરણ પૂર્ણ કરવા ઝૂંબેશ

સુરત3 મહિનો પહેલા
સુરત કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈને વેક્સિનેશન માટે લોકોને તૈયાર કરશે
  • કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ લોકોના ઘરે-ઘરે જઈ વેક્સિન લેવા માટે લોકોનો સંપર્ક કરશે
  • ગર્ભવતી મહિલા અને સિનિયર સિટિઝનને વેક્સિન આપવા માટે વિશેષ ધ્યાન અપાય છે

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા હવે વેક્સિનેશનની પ્રક્રિયાને વધુ તેજ કરવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા હવે તમામ લોકોને વ્યક્તિને વેક્સિન મળી રહે તે માટે તેમની જાગૃતિ માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા નોક ધ ડોર અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ લોકોના ઘરે ઘરે જઈને વેક્સિન લેવા માટે લોકોનો સંપર્ક કરશે.

26 લાખને પ્રથમ અને અપાયો, 9 લાખને બીજો ડોઝ બાકી
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 18 વર્ષથી ઉપરના સુરત શહેરના કુલ 33 લાખ 52 હજાર જેટલા લોકોને વેક્સિન આપવાની રહે છે. જેમાં અત્યાર સુધીમાં 26 લાખ લોકોને વ્યક્તિનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જેમાં નવ લાખ લોકોને વ્યક્તિનો બીજો ડોઝ આપવાનો બાકી રહે છે. બીજો ડોઝ પણ ઝડપથી લોકોને મળી રહે તે માટે અભિયાન તેજ કરવામાં આવ્યું છે.

વેક્સિનનો બીજો ડોઝ આપવા તૈયારીઓ
દિવાળી સુધીમાં સુરતના તમામ લોકોને આપી દેવામાં આવે તે માટે હવે કોર્પોરેશને કમર કસી છે. લોકોના ઘરે ઘરે પહોંચીને વ્યક્તિને કામગીરીને પૂરપાટ ઝડપે આગળ વધારવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવી છે. જે લોકોનો બીજો વેક્સિનનો ડોઝ લેવાનો બાકી છે. તેમને આપવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. ગર્ભવતી મહિલા અને સિનિયર સિટિઝનને વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન તેમજ સ્થળ પર પણ તાત્કાલિક વેક્સિન મળી જાય તેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

રોજેરોજ 45 હજાર જેટલા વેક્સિનના ડોઝ મળે છે
ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેના માટે પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિવાળી પહેલા તમામ લોકો સુરક્ષિત થઈ જાય તેવા સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છે. રોજના 40થી 45 હજાર જેટલા વેક્સિનના ડોઝ મળી રહ્યા છે. અમારા આરોગ્ય વિભાગની ટીમ લોકોના ઘરે ઘરે જઈને વેક્સિનેશન કરાવવા માટે સજ્જ થઈ ગઈ છે. વેક્સિનેશનની પ્રક્રિયા જેટલી ઝડપથી થશે કેટલા લોકો સુરક્ષિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...