શહેરમાં ઉતરાયણમાં આ વર્ષે 25 કરોડ રૂપિયાનો દોરી અને પતંગનો વ્યવસાય થશે. શહેરમાં દોરી ઘસવાની 250 શોપ કાર્યરત છે. તમામે નવરાત્રિ બાદથી જ દોરી ઘસીને તૈયાર ફિરકીઓ બનાવાવની શરૂઆત કરી દીધી હતી. બોબીનના ભાવમાં 40થી 50 રૂપિયા સુધીનો વધારો થયો છે, પરંતુ દોરી ઘસવાના ભાવમાં વધારો થયો નથી.
જો કે, ઉતરાયણ આડે માંડ 4 દિવસ બાકી છે ત્યારે દોરી ઘસવાના ભાવમાં પણ વધારો થઈ શકે છે. જ્યારે પતંગના ભાવમાં 20 ટકા સુધીનો વધારો થયો છે તેમ છતાં શહેરમાં દોઢ કરોડથી વધારે નંગ પતંગોનું વેચાણ થશે.
પેટ્રોલ-ડીઝલ તથા મટિરિયલના ભાવ વધતાં પતંગ મોંધા થયા
શહેરમાં મુખ્યત્વે રાંદેરમાં પતંગો બને છે. ખંભાત, જયપુર તરફથી પણ પતંગો મંગાવાય છે. આ વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં પતંગમાં ઉપયોગમાં લેવામાં આવતી સળી, કાગળ અને ગુંદરના ભાવમાં વધારો થવાને કારણે પતંગના ભાવમાં 20 ટકા સુધીનો વધારો થયો છે.
40 હજાર ફિરકી સુરતી માંજો એક્સપોર્ટ કરાયો
સુરતમાંથી દર વર્ષે સુરતી માંજો એક્પોર્ટ થાય છે. આ વ ર્ષે પણ દુબઈ, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોમાં 40 હજારથી વધારે ફિરકી એક્સપોર્ટ કરવામાં આવી છે.
છેલ્લા 2 વર્ષ કરતા આ વર્ષે વેચાણ 15 ટકા વધ્યું
50 વર્ષથી પતંગ-દોરીનો વ્યવસાય કરતાં જયેશ મિસ્ત્રી કહે છે, ‘છેલ્લાં 2 વર્ષ કરતા આ વર્ષે વેચાણમાં 15 ટકાનો વધારો થયો છે. બોબીના ભાવ અને છેલ્લા દિવસોમાં દોરી ઘસવાના ભાવ પણ વધ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.