કાર્યવાહી:કિરીટ પાલડિયા સાક્ષી બનવા તૈયાર, શૈલેશ ભટ્ટ અને અનિરૂદ્ધ સામેનો ગાળિયો મજબુત થશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસ પર રાજુ દેસાઈ પર આક્ષેપ કરનાર ભુમાફિયા શૈલેશ ભટ્ટ તેમજ અનિરૂદ્ધસિંહની મુશ્કેલી વધી શકે છે. શૈલેશ ભટ્ટનો એક સમયનો પાર્ટનર કિરીટ પાલડિયાને ક્રાઈમ બ્રાંચે બોલાવતા તે સાક્ષી બનવા માટે તૈયાર થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શૈલેશ ભટ્ટ પાસેથી રાજુ દેસાઈએ 4 કરોડ રૂપિયા વ્યાજે લીધા બાદ માત્ર બે મહિનામાં જ શૈલેશે રાજુ પાસેથી રૂપિયા પરત માંગ્યા. રાજુ રૂપિયા ન આપી શકતા ત્રણ ગણું વ્યાજ વધારી દીધું હતું. ત્યાર બાદ બે કરોડ રૂપિયા શૈલેશ ભટ્ટના કહેવાથી કિરીટ પાલડિયા અને અંકુશ નાકરાણીને આપ્યા હતા.

શૈલેશ ભટ્ટ વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ તેની ધરપકડ પહેલાં તેનો વીડિયા સામે આવ્યો હતો. જેમાં તે કહે છે કે રાજુએ તેને રૂપિયા આપ્યા હોય તો તેની પાસે રસીદ હશે. બીજી તરફ ક્રાઈમ બ્રાંચે કિરીટ પાલડિયાને બોલાવ્યો હતો. તેને સ્વીકારી લીધું કે રાજુ દેસાઈએ શૈલેશના કહેવાથી તેને 2 કરોડ રૂપિયા આપ્યા હતા.

તેથી શૈલેશ ખોટુ બોલતો હોવાનું સ્પષ્ટ થયું છે. હવે કિરીટ પાલડિયા સાક્ષી બનવા તૈયાર થઈ ગયો છે. તેથી શૈલેશ ભટ્ટ અને તેની સાથેના અનિરુદ્ધસિંહ સહિતનાઓની મુશ્કેલી વધી શકે છે. ઉલ્લેખનીય છે અમરેલી પોલીસે શૈલેશ ભટ્ટ અને કિરીટ પાલડિયાનું અપહરણ કર્યું હતું. ક્રાઈમ બ્રાંચની ટીમોએ અનિરુદ્ધસિંહને પકડવા માટે સૌરાષ્ટ્રમાં સાતેક ઠેકાણે દરોડા પાડ્યા પરંતુ તે ક્યાંયથી મળ્યો નથી. હજી પણ ટીમો સૌરાષ્ટ્રમાં જ છે.

અન્ય સમાચારો પણ છે...