મહાઠગે હીરા ઉદ્યોગપતિનો સંપર્ક કરેલો:કિરણ પટેલે કહ્યું હતું કે, કાશ્મીર કે ગુજરાતનું કંઈ પણ કામ હોય તો કહેજો મુખ્યમંત્રી સાથે સીધી વાત કરી શકું છું

સુરત2 દિવસ પહેલા

PMOની ખોટી ઓળખ આપીની ઝેડ પ્લસ સુરક્ષા મેળવી શાહી ઠાઠ ભોગવનાર કિરણ પટેલનું ભોપાળું ખુલ્લું પડ્યા બાદ એક પછી એક કાળી કરતૂતો મિ.નટવર લાલની બહાર આવી રહી છે. ત્યારે કિરણ પટેલનો કિસ્સો આવતાની સાથે હવે અનેક લોકો સામે આવી રહ્યા છે. કિરણ પટેલ પોતાનો રૌફ જમાવતો અને સતત મોટા લોકોનો કોન્ટેક્ટ કરીને તેમની સાથે મિત્રતા કેળવીને ઠગવાનો ઇરાદો હોય તેવી રીતે તેમને કંઈ કામ હોય તો કહેજો એવું વારંવાર કહેતો હતો. કિરણ પટેલે અનેક લોકો સાથે આ પ્રકારે સંપર્ક સાધ્યો હોવાનો હવે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.જેમાં હીરા ઉદ્યોગકારોને પણ કહેતો કે કાશ્મીર કે ગુજરાતમાં કંઈ પણ હોય કહેજો. ડાયરેક્ટ મુખ્યમંત્રી સાથે વાત કરી શકુ છું.

કાશ્મીરમાં પણ મુલાકાત કરી હતી.
કાશ્મીરમાં પણ મુલાકાત કરી હતી.

હીરા વેપારીનો સંપર્ક કરેલો
કિરણ પટેલે સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાનો પણ સંપર્ક કર્યો હતો. આ વાતનો ખુલાસો ખુદ દિનેશ નાવડિયાએ કર્યો છે. દિનેશ નાવડિયા સાથે તે જાન્યુઆરી મહિનાથી સંપર્કમાં આવ્યો હતો. G-20માં આવવા માટે આમંત્રણ આપતો હતો. જ્યારે મહાઠગનો પર્દાફાશ થયો ત્યારે હવે લોકો ધીરે ધીરે સામે આવવા લાગ્યા છે.

જી-20નો કાર્યક્રમ માટે સંપર્ક કર્યો હતો
જી-20નો કાર્યક્રમ માટે સંપર્ક કર્યો હતો

કિરણ PMO ઓફિસથી વાત કરું છું એમ કહેતો
સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયા સાથે થયેલી વાતચીતમાં દિનેશ નાવડીયા એ જણાવ્યું કે, તેણે મારો પહેલી વખત સંપર્ક કર્યો હતો. ત્યારે પોતાની ઓળખ પીએમઓ ઓફિસર તરીકે આપી હતી. એણે કહ્યું હતું કે, હું ડોક્ટર કિરણ પટેલ વાત કરું છું. હું પીએમમાં ઓફિસમાં અધિકારી તરીકે ફરજ બજાવું છું. G20 સંમેલનમાં તમારે હાજરી આપવાની છે. આ પ્રકારની વાત તેને કરી હતી. ત્યારે મેં તેને પૂછ્યું હતું કે, મારો નંબર ક્યાંથી મળ્યો છે. ત્યારે તેણે કહ્યું હતું કે, મેં ગોવિંદભાઈ પાસેથી તમારો નંબર મેળવ્યો છે. અને તમારો કોન્ટેક્ટ કર્યો છે.

મેસેજ પણ કિરણ પટેલ કરતો હતો
મેસેજ પણ કિરણ પટેલ કરતો હતો

જમ્મુ કાશ્મીરમાં પણ મારી મુલાકાત થઈ
અમદાવાદમાં કાર્યક્રમમાં જ્યારે તેની સાથે મુલાકાત થઈ ત્યારે તેણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર આવવાનું થાય તો કહેજો. ત્યારે મેં એને કહ્યું હતું કે, મારે એક કામ માટે જમ્મુ કાશ્મીર આવવાનું છે. જ્યારે હું જમ્મુ કાશ્મીર પહોંચ્યો હતો. ત્યારે એક હોટલમાં રોકાયો ત્યારે તેમનો ફોન મારા ઉપર આવ્યો હતો. સામેથી કહ્યું કે, હું ચા પીવા માટે આવું છું. કિરણ પટેલનો રૌફ જોવા જેવો હતો. હું પોતે પણ અંજાઈ ગયો હતો. જ્યારે મને હોટલમાં મળવા આવ્યા ત્યારે મિલિટરીની ગાડીઓ તેમની સુરક્ષામાં તે એક આઈએએસ અધિકારી હોય તેવી રીતે તેઓ વર્તન કરતો હતો. હું તેમને પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપી હોવાને કારણે નીચે રિસીવ કરવા પણ ગયો હતો.

કંઈ પણ કામ હોય તો કહેજો તેવી વાતો કિરણે કરી હતી.
કંઈ પણ કામ હોય તો કહેજો તેવી વાતો કિરણે કરી હતી.

જમ્મુ કાશ્મીર કે ગુજરાતના કામ હોય તો કહેજો
દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, કિરણ પટેલ સતત મને કંઈ કામ હોય તો કહેજો એ પ્રકારની વાતો કરતો રહેતો હતો. મારી પીએમ ઓફિસમાં પણ ખૂબ ઓળખાણ છે. જમ્મુ કાશ્મીરનું કંઈ કામ હોય તો મને કહેજો. હું કરી આપીશ. એટલું જ નહીં, એણે તો ત્યાં સુધી કહ્યું કે, મુખ્યમંત્રી સાથે હું સીધો ફોન ઉપર સંપર્ક કરી શકુ છુ. માટે ગુજરાતનો પણ કંઈ કામ અટવાયું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. પરંતુ મેં એમને વારંવાર કહ્યું કે, મારે એવું કોઈ કામ હોતું નથી કે, હું તમારો કોઈ બાબતે સંપર્ક કરું. તો એને ખૂબ ભારપૂર્વક કહ્યું કે, અન્ય કોઈ લોકોના કામ હોય તો પણ મારા સુધી લઈ આવજો હું કરી આપીશ.

અન્ય સમાચારો પણ છે...