તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપનો વિરોધ:‘ભ્રષ્ટાચારના કિંગ ખાઈ ગયા પાર્કિંગ’, શાસકોએ ટેન્ડર વિના પાર્કિંગના કોન્ટ્રાક્ટ ફાળવી દેતાં વિવાદ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત પાલિકાની ઓફિસ ખાતે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રર્દશન કર્યું હતું. - Divya Bhaskar
સુરત પાલિકાની ઓફિસ ખાતે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રર્દશન કર્યું હતું.
  • ભાજપના એક નેતાના સગાને લાભ કરાવ્યાનો આક્ષેપ
  • લિંબાયત ઉમરવાડામાં પે એન્ડ પાર્કિંગનો ઈજારો 77 લાખને બદલે 36 લાખમાં જ આપી દીધો

ખાનગી કંપનીની જેમ વહીવટ ચલાવતી સુરત પાલિકાના શાસકોએ વગર ટેન્ડરે બારોબાર પે એન્ડ પાર્કિંગ કૌભાંડ કર્યાનો ‘આપ’ દ્વારા આક્ષેપ કરાયો છે. ભાજપના એક નેતાના સગાની ઈજારદાર એ.બી.એન્ટરપ્રાઈઝ સાથે ભાગીદારી છે તેથી 77 લાખ ના બદલે 36 લાખમાં જ પાર્કિંગ કોન્ટ્રાક્ટ બારોબાર સોંપી દઇ પાલિકાને ચૂનો ચોપડાયો છે. આ તો એક ઈજારો છે ઘણાં પે એન્ડ પાર્કિંગમાં ગેરરીતિ કરાઈ હોવાના આક્ષેપ સાથે ‘આપ’ દ્વારા સ્થાયી સમિતિની બેઠક મળે તે પહેલાં વિરોધ પ્રદર્શન કરાયું હતું અને ‘ભ્રષ્ટાચારના કિંગ ખાઈ ગયા પાર્કિંગ’ની નારેબાજી કરાઈ હતી.

આ અંગે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી સહિતના વિપક્ષ સભ્યોનું કહેવું છે કે, પે એન્ડ પાર્કિંગના ટેન્ડર પૂરા થતાં નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની હતી પરંતુ અચાનક સત્તાધીશોને શું સુઝ્યું કે ટેન્ડરો દફ્તરે કરી દીધા! સ્થાયી ચેરમેન પરેશ પટેલ, શાસક નેતા અમિતસિંહ રાજપૂત અને મેયરે અંબાનગરમાં મળી આ નિર્ણય કર્યો છે. લિંબાયત ઉમરવાડા ટી.પી.8 માં પે એન્ડ પાર્કિંગનો ઈજારો સોંપાયો છે તે એ.બી.એન્ટરપ્રાઇઝ સાથે ભાજપના એક નેતાના સગાએ ભાગીદારી કરી છે. જેથી 50 ટકાથી પણ ઓછી આવક પાલિકાને થશે.

અન્ય સમાચારો પણ છે...