તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:કિમના બોલાવ ગામે મંદિરના પૂજારીએ દારૂના નશામાં રસાઈ બનાવતી પત્ની પર પૌત્રની નજર સામે હુમલો કર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલા પર હુમલો થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. - Divya Bhaskar
મહિલા પર હુમલો થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
  • શેરડી કાપવાના કોઈતાથી હુમલો થયા બાદ ઈજાગ્રસ્ત દાદીને પૌત્ર સિવિલમાં સારવાર માટે લઈ આવ્યો

કિમના બોલાવ ગામે મંદિરના પૂજારીએ દારૂના નશામાં રસોઈ બનાવતી પત્નીના માથે પૌત્રની સામે શેરડી કાપવાના કોઈતા ના ઘા મારી પતાવી દેવાની કોશિષ કરતા હોબાળો મચી ગયો હતો. પૌત્રએ નશામાં ધૂત દાદાને ધક્કો મારી રૂમમાં બંધ કરી દીધા હતાં. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી લોહિ લુહાણ દાદીને સારવાર માટે નજીકની ખાનગી બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો.

રોજિંદા ઝઘડામાં હુમલો
વૈદ્યય હર્ષકુમાર (પૌત્ર) એ જણાવ્યું હતું કે, હું ચાર મહિનાથી દાદા-દાદી સાથે રહું છું. બન્ને વચ્ચે રોજિંદા ઝગડા ચાલતાં આવ્યાં છે. દાદા-દાદીને બે પુત્ર જે સુરતમાં નોકરી કરે છે અને બે પરિણીત દીકરીઓ છે. દાદા મંદિરમાં પૂજારી છે. આખી રાત દારૂના નશામાં ચૂર દાદા વિજયભાઇ ગોસ્વામી અચાનક રસોઈ બનાવતી દાદી સવિતાબેન પર તૂટી પડ્યાં હતાં. દાદીના માથામાં કોઈતા વડે ઉપરા ઉપરી ઘા મારતા દાદી જમીન પર ઢળી પડ્યાં હતાં.

બે ઉંડા ઘા પડી ગયા
પૌત્રએ હિંમત કરી દાદાને ધક્કો મારી રૂમમાં પુરી દીધા હતા. બાદમાં 108ને ફોન કરી ઇજાગ્રસ્ત દાદીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જ્યાંથી દાદીને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ રીફર કર્યાં હતાં. આજે સવારે બનેલી ઘટના બાદ પૌત્રએ બધાને જાણ કરી હતી.મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, માથા પર V આકારમાં બે ઘા છે. ઉડા હોય એમ કહી શકાય છે. હાલ તમામ તપાસ ચાલી રહી છે. લગભગ દાખલ કરાઈ એમ લાગી રહ્યું છે. મરનાર એમના પતિ હોવાનું જણાવી રહ્યા છે.