હિટ એન્ડ રન:સુરતમાં ઉત્તરાયણની રજાને લઈને મિત્રો સાથે ફરી પરત ફરતા કારે અડફેટે લેતા એકનું મોત, મૃતક યુવકની પત્ની ગર્ભવતી, સિવિલમાં પરિવારનું હૈયાફાટ રૂદન

સુરત12 દિવસ પહેલા
મૃતક યુવકની ફાઈલ તસવીર અને સિવિલમાં હૈયાફાટ રૂદન કરતું પરિવાર.
  • સચિન બુડિયા રોડ ઉપર કારની અડફેટે આવેલા યુવકનું મોત
  • મિત્રો સાથે ફરવા નીકળ્યા અને કાળનો કોળિયો બન્યો
  • મૃતક યુવક પરિવારમાં એક જ કમાઉ દીકરો હતો

સુરતમાં સચિન બુડિયા રોડ ઉપર કારની અડફેટે ચઢેલા બે મિત્રો પૈકી એકનું સિવિલમાં મોત નીપજ્યું હતું. મિત્રો સાથે ફરવા નીકળેલા અને કાળ નો કોળિયો બનેલો રાજનકુમાર જરીનો કારીગર હતો. એટલું જ નહીં પણ પત્ની સગર્ભા હોવાનું મિત્રો એ જણાવ્યું હતું. હિટ એન્ડ રન કેસમાં પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.

મિત્રો સાથે ફરવા ગયો હતો.
મિત્રો સાથે ફરવા ગયો હતો.

મિત્ર સાથે બાઇક પર ઘરે પરત ફરતી વખતે અકસ્માત
સાથી મિત્રોએ જણાવ્યું હતું કે રાજનકુમાર મનોજ ગૌતમ પાંડેસરા વળાંક નગરમાં રહેતો હતો. એટલું જ નહીં પણ જરીકામ કરી માતા-બહેન અને સગર્ભા પત્નીનું ભરણ-પોષણ કરતો હતો. ઘરમાં કમાઉ એક માત્ર રાજન જ હતો. મિત્ર સાથે બાઇક પર ઘરે પરત ફરતી વખતે સચિન-આભવા રોડ ઉપર એક કાર ચાલકે અડફેટે લઈ ભાગી ગયો હતો.

યુવકને રિક્ષામાં સિવિલ હોસ્પિટલ લવાયો હતો.
યુવકને રિક્ષામાં સિવિલ હોસ્પિટલ લવાયો હતો.

ઉત્તરાણ પર્વની રજાને લઈને ફરીને પરત ફરતા અકસ્માત નડ્યો
વધુમાં જણાવ્યું હતું કે, રાજન મિત્ર સાથે ઉત્તરાયણ પર્વની રજાને લઈ ફરવા ગયો હતો. પરત ફરતા અકસ્માત નડ્યો હતો. સાથી મિત્ર ડરના મારે ભાગી ગયો હતો. રાજનને રિક્ષામાં સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો છે. રાજનની પત્ની સગર્ભા છે. ત્રણ વર્ષનો લગ્નગાળો છે. પરિવાર રાજનના મોતથી અજાણ છે. કેમ કહીએ રાજનનું અકસ્માતમાં મોત થયું છે. પરિવારને જાણ થતા હોસ્પિટલ દોડી આવ્યું હતું. પરિવારમાં હૈયાફાટ રૂદનથી સમગ્ર સિવિલ હોસ્પિટલમાં શોકનો માહોલ છવાયો હતો.

યુવકના મોતની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ.
યુવકના મોતની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ.