તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CCTV:સુરતમાં પૂરપાટ જતી બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત, બાઈક 50 ફૂટ સુધી ઢસડાયું

સુરત5 મહિનો પહેલા
અકસ્માતગ્રસ્ત બાઈક અને સીસીટીવીની તસવીર.
  • CCTV આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
  • ટ્રક ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરાઈ

સુરતના ભેસ્તાન વિસ્તારમાં પૂરપાટ જતી બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં બાઈક 50 ફૂટ સુધી ઢસડાયું હતું. યુવાનના અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. હાલમાં યુવાનના મોત મામલે પોલીસે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરી ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

18 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત
સુરતના ભેસ્તાન વિસ્તારમાં 18 વર્ષીય યુવાન રફીક રહીમ ગુલઝાર પોતાની બાઈક પર જઈ રહ્યો હતો તે સમયે ઘર નજીક આ યુવાનનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. જેને લઈને તેને ગંભીર ઇજા થવા પામી હતી. આ અકસ્માતને લઈને યુવાનનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું. આ મામલે નજીકના સીસીટીવી જોતા યુવાનના અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. હાલમાં યુવાનના મોત મામલે પોલીસે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરી ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અકસ્માત બાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા.
અકસ્માત બાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા.

સીસીટીવીથી ટ્રક સાથે અકસ્માત થયાની જાણ થઈ
સુરતમાં સતત અકસ્માત ની ઘટના બની રહી છે, ત્યારે રસ્તા પર બેફામ ગતિએ દોડતી બાઇક અથવા ભારે વાહનોને કારણે અનેક વાર અકસ્માત થતા લોકોના કમોતે મોત થતા હોય છે. આ અકસ્માત કોની સાથે થયો તે સ્થાનિક લોકો જોઈ શક્યા નહી હોવાને લઈને ઘટનાની જાણકારી સ્થાનિકોએ પોલીસને આપતા ડિંડોલી પોલીસે તાત્કાલિક બનાવ સ્થળ પર દોડી આવી હતી અને નજીકના સીસીટીવી ચેક કરતા આ બાઈક સવાર યુવાનનો ટ્રક સાથે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું.

અકસ્માતમાં 18 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
અકસ્માતમાં 18 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

બાઈક પૂરપાટ ઝડપે આવી રહ્યું હતું
પોલીસે સીસીટીવીના આધારે આ મામલે ગુનો દાખલ કરી અજાણ્યા ટ્રક ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક યુવાન પણ પોતાની બાઈક બેફામ ગતિએ ચલાવતો સીસીટીવીમાં નજરે પડે છે. જોકે ટ્રક ચાલકે યુ-ટર્ન લેતા સમયે ધ્યાન નહીં રાખતા આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, યુવાનનું બાઈક લગભગ 50 ફૂટ દૂર સુધી ઢસડાયું હતું. જ્યારે યુવાન ટક્કર થતાની સાથે ફંગોળાઈ ડિવાઈડરે ભટકાયો હોવાનું સીસીટીવીમાં નજરે પડે છે.