હોસ્પિટલમાં પહોંચ્યું DB:ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારનાર ફેનિલે ઝેરી દવા પીવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું, હાથની નસ નહીં પણ માત્ર ચામડી જ કાપી

સુરત7 મહિનો પહેલા
ફેનિલની હત્યા બાદથી સારવાર ચાલી રહી હતી. - Divya Bhaskar
ફેનિલની હત્યા બાદથી સારવાર ચાલી રહી હતી.
  • ફેનિલે ઝેરી દવા પીધી હોવાની કોઈ હિસ્ટ્રી જ નહીં
  • હાથ પર લગભગ 10 ટાંકા લેવામાં આવ્યા છે

દેવેન ચિત્તે, આશિષ મોદીઃ સુરતમાં કામરેજના પાસોદરામાં ફેનિલ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયાની ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ફેનિલે ગ્રીષ્માની હત્યા બાદ ઝેરી દવા પી હાથની નસ કાપી હતી. ત્યારબાદ પોલીસે તેને સારવાર અર્થે સિવલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. દિવ્યભાસ્કર દ્વારા ફેનિલની હાલત અંગે જાણવાનો પ્રયાસ કર્યો તો ચોંકાવનારી માહિતી સામે આવી છે. ફેનિલે ઝેરી દવા પીવાનું નાટક કર્યું હતું અને હાથની નસ નહીં પણ માત્ર ચામડી જ કાપી હોવાનું સામે આવ્યું છે.

ઉંઘની ગોળીઓ પહેલેથી જ લેતો હોવાનું ડોક્ટરોને જણાવ્યું
સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે જે તે સમયે લાવ્યા ત્યારે એના (ફેનિલ) હાથના કાંડા પર 5-6 સેમીનો ઘા હતો. તપાસમાં લોહીની નસ બચી ગઈ હતી. માત્ર માસ જ કપાયું હતું. તાત્કાલિક ઓપરેશનમાં લઈ લગભગ 10 ટાંકા લીધા હતા. ઝેરી દવા પીધી હોવાની કોઈ હિસ્ટ્રી ન હતી પણ ઉંઘની ગોળીઓ પહેલેથી જ લેતો હોવાનું ફેનિલ (દર્દી) કહી રહ્યો હતો.

ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી.
ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી.

પરિવારજનોને મળવા દેવા કે નહીં એ કામ પોલીસનું
ઓપરેશન બાદ સ્ટેબલ થયા પછી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં રીફર કરી દીધો હતો. લગભગ એના હાથના કાંડાની પ્લાસ્ટિક સર્જરી પણ થઈ ગઈ છે. E-3 વોર્ડમાં દાખલ છે. દર્દી સ્ટેબલ છે. પોલીસ બંદોબસ્ત હેઠળ છે. હવે પરિવારજનોને મળવા દેવા કે નહીં એ કામ પોલીસનું છે.

ડોક્ટરો કહી રહ્યા છે કે ફેનિલની તબિયત સ્થિર છે.
ડોક્ટરો કહી રહ્યા છે કે ફેનિલની તબિયત સ્થિર છે.

ફેનિલમાં બીજા કોઈ કોમ્પ્લિકેશન દેખાતા નથી
ગ્રીષ્મા હત્યા કેસમાં હોસ્પિટલમાં દાખલ ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી. ડોક્ટરો કહી રહ્યા છે કે એની તબિયત સ્થિર છે એટલે આજે રજા આપવામાં આવી રહી છે. બસ એની ડિસચાર્જ કાર્ડ બને એટલી જ વાર, હાલ કોઈ પણ પ્રકારના બીજા કોઈ કોમ્પ્લિકેશન દેખાતા નથી.