તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 'My Brother Has Been Killed By Doctors', A Brother Accused Of Dying After Sending Home A Young Man With Abdominal Pain In Surat Civil

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:'મારા ભાઈની ડોક્ટરોએ હત્યા કરી છે', સુરત સિવિલમાં દાખલ કરવાને બદલે યુવકને દવા આપી ઘરે મોકલ્યા બાદ મોતથી ભાઈનો આક્ષેપ

સુરત14 દિવસ પહેલા
મૃતક 25 વર્ષીય યુવકની ફાઈલ તસવીર.
  • ત્રણ કલાક સુધી એક્સ-રે અને સોનોગ્રાફી કરાવ્યા બાદ દવા આપી
  • કેસ પેપર પર મરજીથી દાખલ નથી થવું લખાવી લીધું હોવાનો આક્ષેપ

સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પેટના દુખાવાની ફરિયાદ સાથે આવેલા શ્રમજીવી પાસે કેસ પેપર પર મારી મરજીથી દાખલ નથી થવું એમ લખાવ્યા બાદ ડોક્ટરોએ દવા આપી હોવાનો મોટા ભાઈએ આરોપ મૂક્યો છે. એટલું જ નહીં, ત્રણ કલાક સુધી એક્સ-રે અને સોનોગ્રાફી કરાવ્યા બાદ ડોક્ટરોની નિર્દયતા જોઈ બીમાર ભાઈને એની દવા લઈ ઘરે ગયેલા પરિવારે સવાર પડતાં જ માએ દીકરો અને મોટા ભાઈએ નાના ભાઈને ગુમાવી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મૃતક યુવકના ભાઈ નીરજે કહ્યું હતું કે અમે તો સારવાર કરાવવા માટે આવ્યા હતા. આ લોકોએ તો મોત આપી દીધું. મારા ભાઈની આ ડોક્ટરોએ હત્યા કરી છે.

યુવકને અચાનક અસહ્ય પેટનો દુખાવો થયો
નીરજ મિશ્રા (મૃતકના મોટા ભાઈ) એ જણાવ્યું હતું કે આંસુ ઉર્ફે અભિષેક પ્રેમ શંકર મિશ્રા (ઉં.વ. 25, રહે. પાંડેસરા અપેક્ષા નગર) એમ્બ્રોઇડરીનો કારીગર હતો. શુક્રવારે સાંજે કામ પરથી આવ્યા બાદ અચાનક અભિષેકને પેટમાં દુખાવો ઊપડતાં રાત્રે 8 વાગ્યા બાદ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. કેસ પેપર કઢાવી ડોક્ટર પાસે જતાં તેમણે એક્સ-રે અને સોનોગ્રાફી કરાવ્યાં બાદ બતાવજો એમ કહી મોકલી આપ્યા હતા.

એકના એક દીકરાએ પિતા ગુમાવતાં પરિવારમાં શોકનો માહોલ.
એકના એક દીકરાએ પિતા ગુમાવતાં પરિવારમાં શોકનો માહોલ.

દાખલ કરવાનું કહેતાં ડોક્ટર ઉશ્કેરાઈ ગયો
વધુમાં તેણે જણાવ્યું હતું કે એક્સ-રે અને સોનોગ્રાફી બાદ ડોક્ટરે કહ્યું હતું કે કંઈ નથી, સારું થઈ જશે, બસ દવા લો અને ઘરે જાઓ. તો અમે કહ્યું કે સાહેબ, દાખલ તો કરો. બસ, આ વાતને લઈને ડોક્ટર ઉશ્કેરાઈ ગયો અને કહ્યું, હવે તો લખાણ કરી દો કે અમે અમારી મરજીથી દાખલ થવા ઈચ્છતા નથી. ત્યાર બાદ દવા લખી આપી હતી. દવા લઈને અમે ઘરે આવ્યા હતા. ત્યાર બાદ સવારે સાત વાગ્યે અભિષેકને ઊલટી થઈ અને ખેંચ આવી હતી. ઘરમાંથી બહાર દોડીને 108ને બોલાવી હતી. 108 આવતાં જ કહ્યું હતું કે મોત થઈ ચૂક્યું છે.

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીથી યુવકનું મોત થયાના આક્ષેપ કરાયા.
સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીથી યુવકનું મોત થયાના આક્ષેપ કરાયા.

મારા ભાઈની આ ડોક્ટરોએ હત્યા કરી છેઃ મૃતકનો ભાઈ
વધુમાં તેણે ઉમેર્યું હતું કે સાહેબ, મારા ભાઈને સિવિલ હોસ્પિટલ લાવ્યા તો ડોક્ટરોએ પણ જણાવી દીધું કે મોત થઈ ચૂક્યું છે. રાતે જો દાખલ કરી દીધો હોત તો મારો ભાઈ સવારે જીવતો હોત. મારી ભાઈની આ ડોક્ટરોએ હત્યા કરી છે. જ્યારે આવી રીતે તેનું કોઈ મરશે ત્યારે ખબર પડશે કે એક ભાઈને ગુમાવવાનું દર્દ શું હોય છે. અત્યારે તો આ લોકો કહે છે કે મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવું પડશે. અમે પોલીસની રાહ જોઈએ છીએ. અભિષેકની પત્ની અને એક વર્ષનો પુત્ર નિરાધાર થઈ ગયાં છે. ભગવાન જ હવે બધું સારું કરે છે બીજું શું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો