તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Atul, Who Killed A Woman In A Car, Was Not At The Police Station On The Night Of The Accident: AAP Corporator's Allegation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત અકસ્માત:કારથી મહિલાને મોતને ઘાટ ઉતારનાર અતુલ અકસ્માતની રાતે પોલીસ સ્ટેશનમાં ન હતોઃ આપના કોર્પોરેટરનો આક્ષેપ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અતુલ વેકરિયાને 9 કલાક બાદ મેડિકલ પરિક્ષણ માટે લઈ જવામાં આવ્યો હતો. - Divya Bhaskar
અતુલ વેકરિયાને 9 કલાક બાદ મેડિકલ પરિક્ષણ માટે લઈ જવામાં આવ્યો હતો.
  • બે કલાક ગાયબ અતુલે ભાજપના નેતાઓ સાથે મિટિંગ કર્યાનો આક્ષેપ
  • મૃતક મહિલાના ભાઈએ કહ્યું- કોઈપણ ભોગે હું ન્યાય લઈને જ જંપીશ

સુરત શહેરમાં વેસુ વિસ્તારમાં હિટ એન્ડ ડ્રીન્ક પ્રકરણમાં અતુલ બેક્ટેરિયા સામે ચાલી રહેલી તપાસ ને લઈને અનેક પ્રશ્નો સર્જાયા છે. આપના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કર્યો છે કે, પોલીસ તપાસમાં તટસ્થતા દેખાતી નથી. અતુલ વેકરિયા સામે હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ તેને બદલે અન્ય કલમો લગાડીને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અકસ્માતની રાત્રે તપાસ કરતા અતુલ વેકરિયા પોલીસ સ્ટેશનમાં પણ મળી આવ્યા ન હતા. મૃતક ઉર્વશી ચૌધરીના ભાઈ નીરજ ચૌધરીના કહેવા પ્રમાણે કોઈપણ ભોગે હું ન્યાય લઈને જ જંપીશ. મને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે.

આપના વિરોધ પક્ષના નેતાના આક્ષેપ
આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાએ મોટો ખુલાસો કર્યો છે. એમના કહેવા મુજબ અતુલ વેકરિયાએ કરેલા અકસ્માત બાદ તેઓ પોતે 11:30 ઉમરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોલીસ અધિકારીને પૂછ્યું કે અતુલ વેકરિયા કયા છે તો તેમણે જવાબ આપ્યો હતો કે, અતુલ વેકરિયા હોસ્પિટલ ગયા છે. તેમણે એવી કોઈ સ્પષ્ટતા ન કરી કે તેઓ કયા હોસ્પિટલ ગયા છે. જેથી આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી પહેલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. એમને એવો ખ્યાલ હતો કે, કદાચ એમની મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હશે પરંતુ ત્યાં તેઓ પહોંચ્યા બાદ તપાસ કરી તો અતુલ ત્યાં પહોંચ્યા ન હતા.

મૃતક ઉર્વશી ચૌધરીની ફાઈલ તસવીર.
મૃતક ઉર્વશી ચૌધરીની ફાઈલ તસવીર.

અતુલ વેકરિયા કયા હતા તે વાત સૌથી મોટું રહસ્ય
અકસ્માતમાં ઇજા પામેલી ઉર્વશી ચૌધરીને વેસુ વિસ્તારને મૈત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યાં પહોંચ્યા હતા ત્યાં તપાસ કરી તો જાણવા મળ્યું કે અતુલ વેકરિયા ત્યાં પણ પહોંચ્યા નથી. ત્યારબાદ તેઓ ફરી સિવિલ હોસ્પિટલ ગયા હતા પરંતુ ફરી તપાસ કરતા વેકરિયા મળ્યા નહોતા. આખરે તેમણે ઉમરા પોલીસ સાથે સંપર્ક કરીને અતુલ વેકરિયા ક્યા છે તે અંગે પૂછતા પોલીસે કોઇ પણ પ્રકારનો ખુલાસો કર્યો ન હતો. અતુલ વેકરિયાની જે સ્કોર ફોર્ચ્યુન ગાડી હતી તે ઉમરા પોલીસ સ્ટેશનની બહાર પડી હતી, પરંતુ અતુલ વેકરિયા પોલીસ સ્ટેશનમાં ન હતા અને હોસ્પિટલે તપાસ માટે ગયા ન હતા તો તેઓ કયા હતા તે વાત સૌથી મોટું રહસ્ય સર્જી રહી છે.

અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

બે કલાક ગાયબ અતુલ ભાજપના નેતાઓને મળ્યાનો આક્ષેપ
અકસ્માત થયા બાદ આરોપીને પીસીઆર વાનમાં બેસાડીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પરંતુ અતુલ વેકરિયા બે કલાક સુધી ઉમરા પોલીસ સ્ટેશનથી બહાર કયા ગયા હતા તે અંગે પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી રહી નથી. આપના નેતા સીધો આક્ષેપ કર્યો છે કે એ જ સમય દરમિયાન અતુલ બેકરી અને ભાજપના નેતાઓ સાથે મિટિગ થઇ હોય શકે છે. નેતાઓના ઈશારે જ અતુલ વેકરિયા સામે હત્યાનો ગુનો દાખલ ન કરીને પીડિત પરિવાર સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

અતુલે કારથી બે મોપેડને અડફેટે લીધા હતા.
અતુલે કારથી બે મોપેડને અડફેટે લીધા હતા.

આરોપીને ગણતરીના કલાકોમાં જામીન મળતા પરિવાર દુખી
મૃતક ઉર્વશી ચૌધરીનો પરિવાર બારડોલીનો રહેવાસી છે. હાલ તેનો પરિવાર તેની અંતિમક્રિયામાં વ્યસ્ત છે. મૃતકના ભાઇ નીરજ ચૌધરીના કહેવા પ્રમાણે કોઈપણ ભોગે હું ન્યાય મેળવીને જ જંપીશ. મને ન્યાયાલયમાં સંપૂર્ણપણે વિશ્વાસ છે. નીરજ ચૌધરીએ આ અંગે વધુ કોઈ વાત કરી ન હતી પરંતુ તેમના નજીકના સ્વજનો પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસથી દુઃખી જણાયા હતા. જે રીતે ગણતરીની કલાકોમાં જ અકસ્માતમાં નશાની હાલતમાં એક વ્યક્તિને કચડી નાખનાર આરોપીને ગણતરીના કલાકોમાં જામીન કેવી રીતે મળી ગયા તેને લઈને તેઓ દુઃખી હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો