તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:સુરતના ભટાર રોડ પર બાઈકને ટક્કર મારી જીમમાં જતા વેપારીના પુત્રનું અપહરણ, 3 કરોડની ખંડણી મંગાયાની ચર્ચા, CCTV સામે આવ્યા

સુરત6 મહિનો પહેલા
વેપારી પુત્રના અપહરણને લઈને આસપાસમાંથી લોકો અને સંબંધીઓની સાથે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. - Divya Bhaskar
વેપારી પુત્રના અપહરણને લઈને આસપાસમાંથી લોકો અને સંબંધીઓની સાથે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.
  • ઘરેથી બાઈક પર નીકળેલા યુવકનું અપહરણ ખંડણી માંગ્યા બાદ કરાયાની આશંકા

ઘોડદોડ રોડના કરીમાબાદ ખાતે રહેતા ખોજા સમાજના વેપારી અનવર દૂધવાલાના પુત્ર (32) કૌમીલ દૂધવાલાનું અપહરણ કરવામાં આવ્યા બાદ મોડી સાંજે છુટકારો થયો હતો.

કૌમીલ દૂધવાલા
કૌમીલ દૂધવાલા

સિવિલ ડ્રેસમાં પોલીસ પણ પરિવાર સાથે પૈસા આપવા ગઇ, તે પહેલા જ કૌમીલનો છુટકારો

નજીકના બંગલાઓનું સીસીટીવી ચેક કરતા એક સફેદ કલરની સ્કોડા કાર દેખાઇ હતી. જો કે કારનો નંબર દેખાતો ન હતો. એકાદ કલાક પછી અપહરણકર્તાઓએ વેપારીના પુત્રના મોબાઇલથી તેના પિતાને કોલ કરી 3 કરોડની ખંડણી માંગી હતી. અપહરણકર્તાઓએ સવારે 8.30 વાગ્યેથી કોલ કરવાના શરૂ કર્યા અને લગભગ ખંડણીના 7 થી 8 કોલ કર્યા હતા. ખંડણીમાં 3 કરોડની માંગણી કરી પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. જો કે અપહરણકર્તાઓ બપોરે 04.30 બાદ કૌમીલને કામરેજ છોડી નાસી ગયા હતાં. છુટકારા બાદ કૌમીલે વરાછા આવી રિક્ષા ચાલકના મોબાઇલમાંથી પરિવારજનોને જાણ કરી હતી.

અપહરણ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અપહરણ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુરૂવારે રોજની જેમ કૌમીલ બાઇક પર વહેલી સવારે 6.54 કલાકે જીમ જવા માટે નીકળ્યો હતો. ઘરેથી નીકળતા જ 350 મીટરના અંતરે કૃષ્ણકુંજ સોસાયટીના નાકા પાસે સ્પીડ બ્રેકર આવતા બાઇક ધીમી પાડતા અપહરણકર્તાઓએ બાઇકને ટક્કર મારી દીધી હતી. ત્યાર બાદ કારમાંથી ચાર લોકોએ વેપારીના પુત્રને જબરજસ્તી કારમાં બેસાડી ફરાર થઇ ગયા હતાં. બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. જ્યા પોલીસને પુત્રની બાઇક અને બુટ પડેલા મળી આવ્યા હતાં.

અપહરણ સ્થળેથી યુવકનું બૂટ અને બાઈક મળી આવ્યાં હતાં.
અપહરણ સ્થળેથી યુવકનું બૂટ અને બાઈક મળી આવ્યાં હતાં.

પોલીસે તપાસ આદરી
ખોજા સમાજના વેપારીપુત્રના અપહરણને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવાની સાથે પરિવારની પણ પૂછપરછ હાથ ધરી હતી. હાલ પોલીસના ડીસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે તપાસ કરી રહ્યો છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

પૈસા માટે ફોન આવ્યા બાદ પોલીસે યોજના બનાવી હતી. અપહરણકર્તાઓને દબોચી લેવા રૂપિયા ભરેલી બેગ સાથે પરિવારજનોને અલગ-અલગ પાંચ ગાડીઓમાં રવાના કર્યા હતાં. જો કે દરેક ગાડીઓમાં પોલીસના જવાનો પણ હતાં. અપહરણકર્તા પાસે પરિવાર પહોંચે તે પહેલા જ કૌમીલનો છુટકારો થયો હતો.

અપહરણકર્તાઓએ પહેલા 3 પછી 2 છેલ્લે 1 કરોડ માંગ્યા હતાં
અપહરણકર્તાઓ હિંદીમાં વાત કરતા હતા. શરૂઆતમાં 3 કરોડની ખંડણી માંગી પછી પરિવારે આટલી મોટી રકમ ન હોવાની વાત કરી તો પછી 2 કરોડ પર આવ્યા છેવટે 1 કરોડ ખંડણી માંગી હતી. વેપારીના પુત્રને અપહરણકર્તાઓએ કારમાં સુરત જિલ્લાના ગામડાઓમાં કીમ, માંડવી, કઠોર, તડકેશ્વર જેવા વિસ્તારોમાં ફેરવતા રહ્યા હતા. અપહરણ કર્તાઓ પાસે હથિયાર હોવાને કારણે વેપારીનો પુત્ર ડરી ગયો હોય જેના કારણે તે કંઈ બોલી શકતો ન હતો. વેપારીના પુત્રનું ગેંગ દ્વારા અપરહણ કર્યા હોવાનું પોલીસને અનુમાન છે.