તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:વેડરોડ સરદાર હોસ્પિટલ પાસેથી બાળકને લઈને ભાગતો ઇસમ પકડાયો, પોલીસ લાઉડ સ્પીકરથી એનાઉન્સ કરી પરિવારને શોધે છે

સુરત10 મહિનો પહેલા
મહિલા પોલીસ બાળકને ઉંચકીને વિસ્તારમાં ફરી રહી છે
 • પોલીસે બાળક નું અપહરણ કરી ભાગતા યુવકની તપાસ હાથ ધરી
 • પોલીસનો વેડરોડ સહિતના વિસ્તારમાં ફરીને પરિવાર શોધવાનો પ્રયાસ

શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલી સરદાર હોસ્પિટલ પાસેથી બાળકને લઈને ભાગતા એક ઈસમને પોલીસ પકડી પાડ્યો હતો. શંકાસ્પદ હલચલ બાદ પોલીસની પૂછપરછમાં બાળકના અપહરણનો પ્રયાસ બહાર આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા વેડરોડ વિસ્તારમાં બાળકને સાથે રાખી લાઉડ સ્પીકરથી એનાઉન્સ કરી બાળકના માતા-પિતાની શોધખોળ ચાલી રહી છે.

મહિલા પોલીસ હાથમાં બાળકને લઈને પરિવારને શોધી રહી છે

પોલીસના જણાવ્યા પ્રમાણે, બાળકને લઈને ભાગતા ઈસમને પકડી પાડ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે, તેની પાસેથી હજુ કોઈ ચોક્કસ મહિતી મળી નથી. જેથી મહિલા પોલીસ હાથમાં બાળક ઊંચકીને ચાલતા ચાલતા વેડરોડ સહિતના વિસ્તારોમાં ફરીને પરિવાર શોધી કાઢવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ વાનના લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સ કરી બાળકના પરિવારને શોધવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો