નરેશ પટેલનો વધુ એક વાયદો:સુરતમાં ખોડલધામ 'નરેશે' કહ્યું- નવરાત્રિમાં રાજકારણની વાત નહીં, ચૂંટણી જાહેર થશે પછી શું કરવું જાહેર કરીશ

સુરત2 મહિનો પહેલા
નરેશ પટેલનુ ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં ફૂલોની માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે દરેક રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. પરંતુ પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા કઈ તરફ રહેશે તે અંગે ખોડલધામના સર્વે સર્વા નરેશ નરેશ પટેલે કોઈ જ સ્પષ્ટતા કરી નથી. સુરતમાં આયોજિત ખોડલધામ નવરાત્રિમાં હાજર રહીને કહ્યું કે, હાલ નવરાત્રિનો સમય છે. માતાજીને આરાધના કરવાનું પર્વ છે. ત્યારે રાજકારણની વાત નહીં કરીએ. પરંતુ, ચૂંટણી જાહેર થશે પછી સ્પષ્ટતા કરવામાં આવશે.

સુરતમાં ખોડલધામ નવરાત્રિમાં હાજરી આપી.
સુરતમાં ખોડલધામ નવરાત્રિમાં હાજરી આપી.

ચૂંટણી જાહેર થાય પછી સ્પષ્ટતા કરીશું
સુરતના મોટા વરાછા ખાતે આવેલા કેપિટલ ફાર્મમાં યોજાયેલી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં પાટીદાર અગ્રણી અને ખોડલધામ સંસ્થાના નરેશ પટેલ હાજર રહ્યા હતા. નવરાત્રિ આયોજનમાં તેમણે કહ્યું કે, ખૂબ સારું આયોજન છે. પરંતુ અત્યારે રાજકારણની વાત કરીશું નહીં. માતાજીની આરાધના કરીશું અને પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા તથા મતદારોએ શું કરવું જોઈએ. તે અંગેની સ્પષ્ટતા ચૂંટણી જાહેર થયા બાદ કરવામાં આવશે.

નરેશ પટેલ સાથે પાટીદરા સમાજના અગ્રણી પણ હાજર રહ્યા.
નરેશ પટેલ સાથે પાટીદરા સમાજના અગ્રણી પણ હાજર રહ્યા.

આયોજકોને બિરદાવ્યા
​​​​​​​​​​​​​​
નરેશ પટેલને ખોડલધામ નવરાત્રિના આયોજન બદલ આયોજકોને શુભેચ્છા આપી હતી અને બિરદાવતા કહ્યું હતું કે, ખૂબ મોટું અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે.છતાં પણ જગ્યા નાની પડતી હોય એ રીતે લોકો મોટી સંખ્યામાં માતાજીની આરાધના સમા ગરબા કરવા આવી રહ્યા છે. જે લોકોનો ઉત્સાહ અને ઉમંગ દર્શાવે છે.

અન્ય સમાચારો પણ છે...