મેઈન્ટેન્સની કામગીરી:ખરવરનગરના ફ્લાય ઓવરબ્રિજનો નવસારીથી સુરત તરફનો ભાગ રિપેરિંગ માટે 19 જુલાઈ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યા વકરશે

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફ્લાય ઓબર બ્રિજની ડાબી બાજુ આવેલા સર્વિસ રોડનો ઉપયોગ કરવા જણાવાયું છે. - Divya Bhaskar
ફ્લાય ઓબર બ્રિજની ડાબી બાજુ આવેલા સર્વિસ રોડનો ઉપયોગ કરવા જણાવાયું છે.
  • સર્વિસ રોડ સાંકડો હોવાથી પીક અવર્સમાં વાહનચાલકોને મુશ્કેલી પડશે

સુરતના રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ રિપેરીંગ બાદ હાલ જ શરૂ થયો છે. ત્યારે હવે સુરત નવસારી રોડ પર આવેલા ખરવર નગર ફ્લાય ઓવર બ્રિજનું રિપેરીંગ માટે આયોજન કરવામાં આવ્યું છે. આગામી 27 જૂનથી 19 જુલાઈ સુધી આ બ્રિજ વાહનવ્યવહાર માટે નવસારીથી સુરત તરફ આવતો બ્રિજ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન વાહન વ્યવહાર માટે ખરવરનગર જંકશન પર આવેલ ફ્લાય ઓવર બ્રિજની ડાબી તરફ આવેલ સર્વિસ રોડનો ઉપયોગ કરવા જણાવાયું છે. જોકે, આ સર્વિસ રોડ સાંકડો હોવાથી પીક અવર્સમાં ટ્રાફિકની ભારે સમસ્યા થશે તે નક્કી છે.

સર્વિસ રોડનો ઉપયોગ કરાશે
સુરત-નવસારી મેઈન રોડ પર ખરવરનગર જંકશન પર આવેલ ફ્લાય ઓવરબ્રિજના બેરીગ કોટ રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે નવસારી તરફથી સુરત આવતા બ્રીજનો ભાગ તા.27 જૂનથી 19 જુલાઈ સુધી બ્રીજનો વપરાશ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગ તથા ટ્રાફિક પરિવહનમાં સરળતા માટે સુરત-નવસારી મેઈન રોડ ખરવરનગર જંકશન પર આવેલ ફલાય ઓવરબ્રિજની ડાબી તરફ આવેલ સર્વિસ રોડનો ઉપયોગ કરી શકાશે.

માલા સામાન પર પ્રતિબંધ મુકાયો
આ સમયગાળા દરમિયાન શહેર જનતાનાં જાનમાલની સલામતી જળવાઈ રહે તથા ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તે હેતુસર, સુરત-નવસારી મેઈન રોડ પર ખરવરનગર જંકશન પર આવેલ ફ્લાયઓવર બ્રિજની ડાબી તરફ આવેલ સર્વિસ રોડ પર કોઈપણ પ્રકારના વાહનો ઉભા રાખવા પર તેમજ પાર્કિંગ કરવા તેમજ માલસામાનનું લોડિંગ અનલોડિંગ કરવામાં પ્રતિબંધ મુકાયો છે. પાલિકાએ ખરવરનગર ફ્લાયઓવર બ્રિજના નવસારીથી સુરત તરફ આવતા ભાગને બંધ કરવા માટેની જાહેરાત ચોમાસા દરમિયાન કરી છે. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા માટે જે રસ્તો જાહેર કરવામાં આવ્યો છે. તે રસ્તો સાંકડો હોવા ઉપરાંત દબાણ હોવાથી પ્રતિબંધના સમય દરમિયાન પીક અવર્સમાં ટ્રાફિકની ભારે સમસ્યા થશે તે નક્કી છે.