તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવકનું કારસ્તાન:પાકિસ્તાની ખારેક દુબઈથી સુરત આવી, રૂ.50 લાખનો જથ્થો સીઝ

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 180 % ડ્યુટી બચાવવા વરાછાના યુવકનું કારસ્તાન
  • 83 લાખની ડયૂટી નહીં ભરે તો ધરપકડ કરાશે

ડીઆરઆઈ વિભાગે હજીરા પોર્ટ પરથી દુબઈના નામે પાકિસ્તાનની ખારેક દેશમાં આયાત કરવાનો ખેલ ઉઘાડો પાડ્યો છે. અધિકારીઓએ 198 મેટ્રીક ટન ખારેક પકડી છે. વરાછાની ડી.સી. ઈન્ટરનેશનલના સંચાલકો પાકિસ્તાનની ખારેકને ચોપડે દુબઈની ખારેક બતાવી 180 ટકા ડયૂટી બચાવતા હતા.

કારણ કે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનથી આયાત વસ્તુ પર 200 ટકા ડ્યુટી લગાવાઈ હતી. દુબઈથી ખારેકની આયાત પર માત્ર 20 ટકા ટેક્સ છે. આ આયાતકાર પહેલા ખારેક પાકિસ્તાનથી દુબઈ મંગાવતો અને દુબઈથી હજીરા પોર્ટ પર માલ લાવતો એટલે એવું દેખાઈ કે માલ દુબઈનો છે. અધિકારી સૂત્રોએ કહ્યું, ડી.સી. ઈન્ટરનેશનલના સંચાલકો પાકિસ્તાનથી ખારેક દુબઈ મોકલતા અને દુબઈથી ભારત લાવતા હતા. આ રીતે 180 ટકા ડ્યૂટી ચોરી કરતા હતા. જપ્ત કરાયેલી 198 મેટ્રીક ટન ખારેક પર 200 ટકા લેખે ડ્યૂટી વત્તા અન્ય દંડ મળી કુલ 83 લાખની વસૂલાત કઢાઈ છે. ડી.સી. ઈન્ટરનેશનલના સંચાલકને અરેસ્ટ કર્યો નથી. જો ડ્યૂટી ન ભરે તો ધરપકડ કરાશે.

અન્ય સમાચારો પણ છે...