તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:પાલિકાના ચીફ ઓડિટર માટે 47 અરજીમાંથી 45 બહારના, ખાલી જગ્યાઓ મુદ્દે કાલે ખડી સમિતિની બેઠક

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહાપાલિકામાં શનિવારે નવી પાંખની પ્રથમ ખડી સમિતિની બેઠક એડી. સીટી ઇજનેર (એઈસી)ની ત્રણ જગ્યા, કાર્યપાલક ઇજનેરની 4, આસી.કમિશનરની એક તથા ચિફ ઓડીટરની ખાલી જગ્યાઓ ભરવા માટે મળશે. પાલિકામાં મહત્વની ગણાતી ચીફ ઓડીટરની જનરલ બેઠક ની એક જગ્યા માટે 47 ઉમેદવારોએ અરજી કરી છે જેમાં, 45 તો બહારના છે, પાલિકા ના બે જ છે તેમાં, ડેપ્યુટી ઓડીટર પીનાઝ સુરતી અને સિનિ.ડે.એકાઉન્ટન્ટ બિપિન મોદીએ અરજી કરી છે.

એઈસીની 3 જગ્યા માટે એક બેઠક ઓબીસીની છે તેમાં કાર્યપાલક ઇજનેર ધર્મેશ ભગવાકર, રાજેશ જરીવાલા અને ભવિષ્યમાં ખાલી પડનારી જનરલ બેઠક માટે કાર્યપાલક ઇજનેર અક્ષય પંડ્યા, દેબાસીષ બસાક વચ્ચે સ્પર્ધા છે. કાર્યપાલક ઇજનેરની 4 બેઠકમાં એક એસઈબીસી માટે 7 ઉમેદવારના ઇન્ટરવ્યૂ થશે તેમાં ડે.ટાઉન પ્લાનર વિપુલ ગણેશવાલા, ઇન્ચા.ડે.ઇજ.ગીરીશ ચાપાનેરિયા, ડે.ઈજનેરોમા સુભાષ ગોહિલ, સંજય પંચાલ, મિનેશ પટેલ, આસી.ઈજનેર સુજલ પ્રજાપતિ અને રાકેશ મોદીએ અરજી કરી છે.

કાર્યપાલક ઇજનેરની જનરલ બેઠક માટે 6 ઉમેદવારો છે જેમાં, ડે.ઇજનેરમાં કેતન દેસાઇ, મુત્સદ્દીક શેખ, સતીષ વસાવા, આસી.ટાઉન પ્લાનર તેજશ પટેલ, જુનિ.ઇજનેર સંજય કોસંબિયા અને તુષાર પટેલ છે. આસી.કમિ.ની એક ખાલી જગ્યા માટે ડે.એકાઉન્ટન્ટ ભાનુ કંથારિયા અને ડીઆઇઓ મનહર સોલંકી એ અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...