ભાસ્કર વિશેષ:KGF ફિલ્મે સુરતમાં ઈતિહાસ રચ્યો, પહેલીવાર વહેલી સવારે 5.15થી શો શરૂ થયો, 25 થિયેટરમાં રેકોર્ડબ્રેક રોજ 344 શો

સુરતએક મહિનો પહેલાલેખક: જલ્પેશ કાળેણા
  • કૉપી લિંક
  • હિન્દીના 340, તેલુગુના 3 અને કન્નડનો 1 શો, 15 સ્ક્રીન એડવાન્સમાં બુક
  • પહેલા જ દિવસે શહેરનાં તમામ મલ્ટિપ્લેક્સ-થિયેટરો મળીને 70 હજારથી વધારે પ્રેક્ષક

KGF ચેમ્પ્ટર-2 ફિલ્મને લઈને સુરતમાં ભારે ઉત્સાહ છે. શુક્રવારની જગ્યાએ ગુરુવારે રિલીઝ થયેલી આ ફિલ્મના સુરતમાં વહેલી સવારે 5.15 વાગ્યાથી જ શો શરૂ થઈ ગયા હતા અને છેલ્લો શો રાત્રે 1.10 મિનિટ શરૂ થયો હતો. સુરતની આ પ્રથમ અને ઐતિહાસિક ઘટના છે. શહેરમાં હિન્દી, તેલુગુ અને કન્નડ ભાષામાં શો યોજાઈ રહ્યા છે. શુક્રવારના રોજ આ ફિલ્મના સુરતમાં 344 જેટલા શો યોજાશે. કોઈ એક જ ફિલ્મના એક જ દિવસમાં આટલા વધારો શો હોય એવી પણ સુરતમાં પ્રથમ ઘટના બની છે.

KGF ચેપ્ટર-2 ફિલ્મ ગુરુવારે રિલીઝ થઈ
સામાન્ય રીતે કોઈપણ ફિલ્મ શુક્રવારના રોજ રિલીઝ થતી હોય છે, પરંતુ કેજીએફ ચેપ્ટર - 2 ફિલ્મ એનાથી વિપરીત ગુરુવારના રોજ રિલીઝ કરવામાં આવી હતી. ગુરુવારના રોજ પણ શહેરનાં અનેક થિએટરમાં સવારે 6 વાગ્યાથી શો શરૂ થઈ ગયા હતા. એક અંદાજ પ્રમાણે, પ્રથમ દિવસે સુરતમાં 70 હજારથી વધારે લોકોએ કેજીએફ ચેપ્ટર ટૂ ફિલ્મ જોઈ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

સુરતના ઈતિહાસમાં આવી પ્રથમ ઘટના
મલ્ટિપ્લેક્સ સાથે સંકળાયેલા મેહુલ દેસાઈ કહે છે,‘અનેક મલ્ટિપ્લેક્સમાં સવારે 5.15 વાગ્યાથી શો શરૂ થઈ ગયા છે. સુરતના ઈતિહાસમાં પ્રથમ ઘટના છે.

માત્ર 16 મલ્ટિપ્લેક્સ મળીને જ 78 સ્ક્રીન
શહેરમાં મોટાં કહી શકાય તેવાં 16 મલ્ટીપ્લેક્સ છે, જેમાં અંદાજે 78 સ્ક્રીન છે. જ્યારે તમામની વાત કરવામાં આવે તો મલ્ટિપ્લેક્સ અને નાનાં-મોટાં થિએટર મળી 25 જેટલાં કુલ સિનેમાગૃહ છે. તમામ સિનેમાગૃહ મળીને સુરતમાં એક જ દિવસમાં 344 શો કેજીએફ ચેપ્ટર -2 ફિલ્મના યોજાશે. સુરતમાં કોઈ એક જ ફિલ્મના આટલી મોટી સંખ્યામાં શો હોય એવી આ પ્રથમ ઘટના છે.

આજથી 344 શો યોજાશે, 25 હાઉસફુલ
15મી એપ્રિલના રોજ નાનાં-મોટાં સિનેમાગૃહ મળીને 344 શો યોજાવાના છે. 14મી તારીખે જ 25 શોની ટિકિટો વેચાઈ ગઈ હતી અને હાઉસફુલ થઈ ગયા હતા.

શુક્રવારના રોજ ભાષા પ્રમાણે શો
હિન્દી - 340
તેલુગુ - 03
કન્નડ - 01

અન્ય સમાચારો પણ છે...