પોલિટિકલ:કેજરીવાલનો આજે વરાછામાં રોડ-શો, માનની જાહેર સભા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રચના સર્કલ ખાતેથી રોડ શોનો પ્રારંભ થશે
  • ભગવંત માનનો ઉધનામાં સાંજે રોડ શો

ચૂંટણી નજીક આવતા તમામ પક્ષોના સ્ટાર પ્રચારકોએ પણ સુરતમાં ધામા નાખ્યા છે. ત્યારે વિધાનસભાના ચૂંટણી જંગમાં મંગળવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો અને જાહેર સભા કરશે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા રચના સર્કલ ખાતેથી સાંજે 5 કલાકે કેજરીવાલ રોડ શોમાં ભાગ લેશે અને સાંજે 7 વાગે સિંગણપોર ક્રોસ રોડ પર જાહેરસભાને સંબોધન કરશે. આમ આદમી પાર્ટીએ હજુ સુધી રોડ શોનો રૂટ જાહેર કર્યો નથી.

પાટીદાર પ્રભુત્વ ધરાવતી વરાછા, કતારગામ, કરંજ, કામરેજ, ઉત્તર વિધાનસભા વિસ્તારને રોડ-શોમાં આવરી લેવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી છે. મંગળવારે કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉધના વિધાનસભા વિસ્તારમાં સાંજે 5 કલાકે રોડ શો કરશે. હોટ સીટ ગણાતી વરાછા અને કતારગામ બેઠક હાંસિલ કરવા તમામ પક્ષોએ જોર લગાવ્યું છે ત્યારે સ્ટાર પ્રચારકોએ આ વિસ્તાર તરફ નજર દોડાવી સભા સ્થળની પસંદગી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...