તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Kejriwal To Address Sabha Where 22 Innocent People Lost Their Lives In Takshashila Fire, People Watched The Road Show On LED Screen

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'આપ'ની સભા:જ્યાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યા ત્યાં કેજરીવાલની સભા, કહ્યું- 5 વર્ષ આપો પાછળના 25 વર્ષ ભૂલી જશો

સુરત2 મહિનો પહેલા
તક્ષશિલા આર્કેડ ખાતેના સભા સ્થળે કેજરીવાલે સભા સંબોધી.
  • 22 માસૂમોએ જીવ ગુમાવ્યો તે તક્ષશિલા ખાતે જાહેર સભાને કેજરીવાલે સંબોધી

સુરત મહાનગરપાલિકામાં 27 સીટ પર ભવ્ય વિજય બાદ અરવિંદ કેજરીવાલ દ્વારા ભવ્ય રોડ-શો યોજાયો હતો. ત્યારબાદ 22 માસૂમોએ જીવ ગુમાવ્યો તે તક્ષશિલા ખાતે જાહેર સભાને સંબોધી હતી. જેમાં જણાવ્યું હતું કે, 5 વર્ષ આપો પાછળના 25 વર્ષ ભૂલી જશો.

દિલ્હી જેવી સુવિધાઓ અપાશે
જાહેર સભામાં અરવિંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માન્યો હતો. તક્ષશિલા અગ્નિકાંડમાં નિર્દોષ માસૂમ બાળકો મોતને ભેટ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપીને તેઓ જાહેર સભાના મંચ ઉપર આવ્યા હતાં. આવતાની સાથે જ તેમણે સીધું પોતાનું સંબોધન શરૂ કરી દીધું હતું. જેમાં તેમણે આવનાર દિવસોમાં સુરતની અને ગુજરાતની રાજનીતિમાં સ્વચ્છ રાજનીતિ લાવવા માટેની વાત કરી હતી સુરતની જનતાને દિલ્હી માફક જ તમામ સુવિધાઓ આપવાની તેમણે વાત કરી હતી.

કેજરીવાલના ભાજપ પર આકરા પ્રહાર
કેજરીવાલે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના છોકરાઓ 10 અને 12 ધોરણ પાસ કર્યા બાદ એડમિશન માટે ધક્કા ખાઈ છે. કોલેજમાં એડમિશન થઈ જાય તો નોકરી માટે ધક્કા ખાઈ રહ્યા છે. 25 વર્ષમાં ભાજપે યુવાઓને નોકરી કેમ ન આપી? આ લોકો જે 25 વર્ષમાં ન કરી શક્યા તે અમે 5 વર્ષમાં કરીને બતાવી દીધું. ગુજરાતમાં એમને પાંચ વર્ષ આપો, તમે ભાજપના 25 વર્ષ ભૂલી જશો.

નવા ચૂંટાયેલા કોર્પોરેટરને સ્ટેજ પર સ્થાન આપ્યું.
નવા ચૂંટાયેલા કોર્પોરેટરને સ્ટેજ પર સ્થાન આપ્યું.

નગરપાલિકામાં પણ આપને જ મત આપવા અપીલ
મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે રીતે મોટી સંખ્યામાં આપને મત આપ્યા છે. તે રીતે નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મત આપવા અપીલ છે. રવિવારે ઝાડુંને જ મત આપવા અપીલ છે.

સારા લોકોને આપમાં જોડાવા અપીલ કરી
કેજરીવાલે મંચ પરથી સુરતમાં ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાની વાત કરી હતી. તેમણે જાહેરમાં મંચ પરથી કોંગ્રેસના કેટલાક સારા નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાઇ જવા માટે આહ્વાન કર્યું હતું, તેમજ ભાજપની અંદર જે સાચા દેશભક્ત અને દેશના વિકાસની અંદર પ્રામાણિકતાથી પોતાનું યોગદાન આપવાની છે રહ્યા છે, તેમને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે અપીલ કરી હતી.

સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.
સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

ખેડૂતોને ન્યાય ન મળ્યો હોય પંચાયતમાં આપને વોટ આપે
આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના જે નીચે ચૂંટણીઓ છે. તેમાં આમ આદમી પાર્ટીને મત આપવા માટે લોકોને અપીલ કરી હતી. તેમણે ખેડૂતોની વાત કરતાં કહ્યું કે, ગુજરાતના ખેડૂતોને યોગ્ય નથી મળ્યો વીજળી નથી મળી રહી, તેમને ઉપજની યોગ્ય કિંમત નથી મળી રહી. આ તમામ મુશ્કેલી આમ આદમી પાર્ટી સત્તા પર આવ્યા બાદ ખેડૂતોને નહીં રહે તેવું તેમણે આશ્વાસન આપ્યું હતું.

સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા.
સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા.

યુવાનોને વિધાનસભામાં આપ દ્વારા જવા હાંકલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગામી વિધાનસભામાં આમ આદમી પાર્ટી આશ્ચર્યજનક રીતે સફળ થશે એવું જાહેર મંચ પરથી હુંકાર ભર્યો હતો. વિધાનસભા ની અંદર યુવા નેતૃત્વને સ્થાન મળશે અને હવે સરકાર પાસે યુવાનોને રોજગારી માટે ભેખ નહીં માંગે તેઓ પોતે રોજગારી ઊભી કરીને પોતાના હક માટે લડાઈ લડશે.સભાના અંતે પાસની સભામાં જે રીતે હૂહૂહૂહૂ..ના નારા લાગે તેવા હૂંકાર યુવાનોએ કર્યો હતો.

LED સ્ક્રિન પર લોકોએ કેજરીવાલના રોડ-શોને નિહાળ્યો.
LED સ્ક્રિન પર લોકોએ કેજરીવાલના રોડ-શોને નિહાળ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો