રોડ શો:યોગીની રેલી કરતાં કથીરિયાના ડોર-ટુ-ડોરમાં વધુ ભીડ આપ

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના કોર્પેરેટરોએ ટિકિટ લેવા 25-25 લાખ આપ્યા હતા
  • ​​​​​​​યોગીના રોડ શો બાદ વરાછામાં અલ્પેશની સભા

વિધાનસભાની ચૂંટણી જંગમાં ભાજપનો પ્રચાર કરવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે વરાછા વિસ્તારમાં લગભગ 8 કિમી લાંબો રોડ શો કર્યો હતો. આ રોડ શોને લઈ મોડી રાતે વરાછામાં જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાની એક જાહેર સભા યોજાઈ હતી, જે

માં સ્થાનિક નગરસેવક ધર્મેન્દ્ર વાવલીયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, આ રોડ શો યોજવા પાછળ ભાજપે કરોડો રૂપિયાનું આંધણ તો કરી નાંખ્યું, પણ આના કરતા વધારે લોકો તો અલ્પેશ કથીરિયાના ડોર ટુ ડોર સંપર્કમાં હોય છે. ભાજપના રોડ શોમાં 29 જણા ટુ વ્હીલરવાળા અને 125 લોકો હતા. બાકી 35 જેટલી ફોર વ્હીલર હતી. સાંજે 4:00 વાગ્યાની જાહેરાત હતી ને 7.45 વાગ્યા તો પણ એટલા ને એટલા જ લોકો હતા. 29 જણાનો 30મો ન થયો. આખરે નાછૂટકે 8 વાગ્યે રેલી કાઢવી પડી હતી.

પાલિકાની ચૂંટણીમાં આપના કોર્પોરેટરોને માત્ર એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે ભાજપના કોર્પોરેટરોએ માત્ર ટિકિટ લેવા માટે જ 25-25 લાખ રૂપિયા આપવા પડ્યા હતા. કોંગ્રેસવાળાનો 20 લાખ રૂપિયાનો ભાવ ચાલતો હતો.

આજે કૉંગ્રેસના મહામંત્રી મુકુલ વાસનિક સુરતમાં
ગુરુવારે શહેર કોંગ્રેસ સમિતિનાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના મહામંત્રી મુકુલ વાસનિક સુરત આવી રહ્યા છે. તેમની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ રાખવામાં આવી છે. અલબત્ત, જાહેર સભાને લઇ સ્થાનિક હોદ્દેદારોએ હજુ સુઘી કોઇ માહિતી જાહેર કરી નથી.

અન્ય સમાચારો પણ છે...