આપઘાત:મકાનના પૈસા ભરી નહીં શકતાં કતારગામના વોચમેનેનો અંડરગ્રાઉન્ડ ટાંકીમાં આપઘાત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ નેપાળનો 25 વર્ષીય યુવક માનસિક તાણમાં રહેતો હતો

કતારગામમાં વોચમેને અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. ગાયત્રી સોસાયટીના વોચમેને કડોદરામાં મકાન લીધું હતું. જેના પૈસા ભરવાના હોવાથી માનસિક તણાવમાં આવી પગલુ ભરી લીધું હતું. મૂળ નેપાળના વતની અને હાલ કતારગામમાં ગાયત્રી પરિવાર સોસાયટીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા 25 વર્ષના રવિભાઈ નારાયણભાઈ પરિયાર સોસાયટીની વોચમેનની રૂમમાં જ રહેતો હતો. રવિભાઈએ મંગળવારે બપોરના સમયે રૂમની નજીક અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ આસપાસના લોકોને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, રવિભાઈએ કડોદરામાં એક મકાન લીધું હતું. જે મકાનના પૈસા ભરવા સોસાયટીના પરિવારજનો પાસેથી થોડા પૈસા પણ લીધા હતા. જોકે રવિભાઈ મકાનના બાકી રહેલા પૈસા કઈ રીતે ચૂકવાશે તેના અવારનવાર માનસિક તણાવમાં રહેતો હતો. જેથી તેને માનસિક તણાવમાં આવીને પગલું ભરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...