તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:કતારગામનો વેપારી 56 લાખની સાડી લઈ ફરાર

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોપી જોબવર્ક માટે સાડીઓ લઈ ગયો હતો

અલથાણના રઘુવીર શેફરોનમાં રહેતો પ્રિતમ અગ્રવાલ મિલેનિયમ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. કાપડ દલાલના માધ્યમથી પ્રિતમની ઓળખાણ કતારગામમાં ખાતું ધરાવતા આરોપી ભગવાન લાભુભાઈ વસોયા (રહે.અવધ રો-હાઉસ, સાયણ રોડ, અમરોલી) સાથે થઈ હતી. ભગવાને સાડીઓ પર સમય પર જોબવર્ક કરાવી આપવાનો વિ‌શ્વાસ અપાવ્યો હતો. પ્રિતમે ભગવાનને 10 હજારથી વધુ સાડીઓ જોબવર્ક માટે આપી હતી. જેની કિંમત 16.49 લાખ રૂપિયા થાય છે.

ભગવાને જોબવર્ક કરીને સાડીઓ પરત આપી ન હતી. ખાતા પર જઈ તપાસ કરતા ખબર પડી કે ખાતું બંધ છે. ભગવાનના ઘરે તપાસ કરી તો તેની પત્નીએ સામે પ્રિતમ વિરુદ્ધ પોલીસ કેસ કરવાની ધમકી આપી. ત્યારબાદ ખબર પડી કે ભગવાને અન્ય વેપારીઓ સની પાસેથી રૂ. 11.40 લાખની સાડીઓ, સોનુ કદંબિની પાસેથી રૂ. 11.34 લાખની સાડીઓ, શ્યામ સાડીવાળા બીટુભાઈ પાસેથી રૂ. 15.97 લાખની સાડીઓ જોબવર્ક માટે લીધા બાદ પરત આપી ન હતી. પ્રિતમે ભગવાન વિરુદ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો