ગ્રાઉન્ડ રિપોર્ટ:પાટીદારોના પ્રભુત્વવાળી કરંજ બેઠક ઉપર બે ટર્મથી ભાજપનો જ દબદબો

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 1.76 લાખ મતદારોમાં 83331 પાટીદાર મતદાર
  • નવા સીમાંકન બાદ 2008માં કરંજ બેઠક અસ્તિત્વમાં આવી હતી

પાટીદાર બાહુલ્યવાળી કંરજ બેઠક પર કુલ 176635 મતદારો છે. જેમાં 101182 પુરુષ મતદાર અને 75446 મહિલા અને 7 અન્ય ઉમેદવારો છે.આ બેઠક પર મુખ્ય 3 પાર્ટીઓ સહિત 8 ઉમેદવારો મેદાનમાં છે.ત્રણેય મુખ્ય પાર્ટીઓએ અહીંથી પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.

પાટીદાર બહુમતિ ધરાવતી બેઠકો પૈકી 182 કરંજ વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારો સિવાય ઓબીસી સમાજના મતો પણ નિર્ણાયક છે. વર્ષ 2008ના સીમાંકન બાદ અસ્તિત્વમાં આ‌વેલી કરંજ બેઠક પર વર્ષ 2017માં ભાજપે કબજો કર્યો હતો. આ બેઠક પર આ વખતે ભાજપે પ્રવિણ ઘોઘારીને રિપીટ કર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પ્રદેશ સંગઠનમંત્રી મનોજ સોરઠિયાને મેદાનમાં ઉતાર્યા છે.

શહેરની 12 બેઠકો પૈકી કોંગ્રેસે માત્ર આ બેઠક પર જ મહિલા ઉમેદવાર ભારતી પટેલને ટિકીટ આપી છે. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ આ બેઠક પર ભાજપના પ્રતિબદ્ધ મતદારો પણ અન્ય પાર્ટી તરફ વળ્યા હતા. જોકે ભાજપે બેઠક જાળવી રાખી હતી. જે તે સમયે આમ આદમી પાર્ટીનું સુરતમાં જોર ન હોવાને લીધે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ થયો હતો. જેમાં ભાજપના પ્રવિણ ઘોઘારીએ કોંગ્રેસના ભાવેશ રબારીને 35,598 વોટથી પરાજિત કર્યા હતા.

પ્રવિણ ઘોઘારીને 58673 મતો મળ્યા હતા. જ્યારે ભાવેશ રબારીને 23075 મતો મળ્યા હતા. આ વખતે આપ પાર્ટી પણ મેદાનમાં છે.પાલિકાની ચૂંટણીમાં પાટીદાર બહુમતિવાળા કેટલાક વોર્ડમાં કોંગ્રેસે િવજય મેળવ્યો હતો પરંંતુ કરંજ વોર્ડ સંભાળવામાં ભાજપ સફળ રહ્યું હતું.

વર્ષ 2012માં ભાજપ-કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ થયો
જોકે કરંજ બેઠક પર આ વખતે આમ આદમી પાર્ટીની હાજરીથી પહેલી વખત ત્રિપાંખિયો જંગ નથી.આનાથી પૂર્વ 2012માં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે બનાવેલી ગુજરાત પરિવર્તન પાર્ટીએ પણ અહીંથી ઉમેદવાર ઉતાર્યો હતો. જોકે ભાજપના જનક બગદાણાવાળા વિજય રહ્યાં હતાં.

રખડતા ઢોર,ટ્રાફિક અને પ્રાથમિક સુવિધાઓના અભાવની સમસ્યા
નવા સીમાંકન બાદ વર્ષ 2008થી અસ્તિત્વમાં આવ્યા બાદ પણ કરંજ બેઠકમાં અનેક સમસ્યાઓ છે. જેમાં મુખ્યત્વે રખડતા ઢોરોની સમસ્યાનો મુદ્દો સૌથી મહત્વપૂર્ણ છૅે. આ સિવાય ઠેર ઠેર ટ્રાફિકની અને દબાણની સમસ્યા છે.જોકે પાણીની સપ્લાય બાબતે પણ સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને લેખિત અને મૌખિક ફરિયાદો કરાતી રહી છે.

અન્ય સમાચારો પણ છે...