રોગચાળાએ માથું ઉચક્યું:કાપોદ્રાના 1 વર્ષના બાળકનું ઝાડા-ઊલટી થયા બાદ મોત

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું
  • એક મહિનામાં​​​​​​​ તાવ, ઝાડા-ઊલટીમાં 10નાં મોત

શહેરમાં વરસાદી માહોલ વચ્ચે પાણી જન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી સહિતના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે કાપોદ્રા વિસ્તારમાં રહેતા વધુ એક બાળકનું ઝાડા-ઊલટીમાં સપડાયા બાદ મોત નિપજ્યું છે. આ સાથે છેલ્લા એક મહિનામાં તાવ, ઝાડા-ઊલટીમાં કુલ 10 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.

મૂળ ઉત્તરપ્રદેશના વતની અને કાપોદ્રાની ક્રિષ્ના કોલોની ખાતે રહેતા કરણભાઈ બીડ કડિયાકામ કરીને ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક વર્ષિય પુત્ર ચકડુ હતો. માસૂમ ચકડુને છેલ્લા ત્રણેક દિવસથી ઝાડા-ઊલટી થતા હતા. શનિવારે બાળકની તબિયત વધુ લથડતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

બનાવની જાણ થતાં કાપોદ્રા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને માસૂમ ચકડુના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે હાલમાં અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...