તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:વાવાઝોડાથી સમઢીયાળામાં પાક-મકાનને નુકસાન થતા કાપોદ્રાના રત્નકલાકારે આપઘાત કરી લીધો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગામડેથી સુરત આવ્યાના બીજા દિવેસ ઘરે ફાંસો ખાધો

વતનમાં વાવાઝોડાને કારણે ઘર અને ખેતરમાં પાકને નુકસાન થતા ભાંગી પડેલા કાપોદ્રાના રત્નકલાકારે વતનથી પરત આવ્યા બાદ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. સોમનાથના ગીર ગઢડાના સમઢીયાળા ગામના વતની અને કાપોદ્રાની રચના સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ કોરાટ (42) હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રવીણભાઈ થોડો સમય પહેલાં જ પોતાના વતન ગયા હતા. શુક્રવારે જ તેઓ વતનથી સુરત પરત આવ્યા હતા અને શનિવારે સવારે પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં વતનમાં વાવાઝોડાને કારણે ઘરને તેમજ ખેતરમાં પાકને ભારે નુકસાન થયું હોવાથી તેમણે આપઘાતનું પગલું ભર્યાનું સામે આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, પ્રવીણભાઈના ગામમાં પણ વાવાઝોડાની અસર થઈ હતી. જેના કારણે તેમના ખેતરમાં પાકને અને તેમના મકાનને નુકશાન થયું હતું. વાવાઝોડા બાદ તેઓ વતન ગયા હતા જ્યાં નુકસાની જોઈ તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેના કારણે જ તેમણે આપઘાત કર્યો હોવાની પરિવારે શક્યતા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...