• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 'Kante Ki Takkar' Between Two Patidars At This Meeting In Surat, State President Gopal Italiano From AAP Against Minister Vinu Mordia

કતારગામમાં ખરાખરીનો જંગ:સુરતની આ બેઠક પર બે પાટીદારો વચ્ચે 'કાંટે કી ટક્કર', મંત્રી વિનું મોરડિયા સામે AAPમાંથી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો જંગ

સુરત23 દિવસ પહેલા

આ વખતે ગુજરાત વિધાનસભા ઇલેક્શન ખૂબ જ રોમાંચક બનવા જઈ રહ્યું છે. ગુજરાતના ઇલેક્શનમા આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે.આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે સક્રિય થઈ જતા જ્યાં એક તરફી પરિણામ જોવા મળતું હતું. ત્યાં પણ હવે રોમાંચક માહોલ બની રહ્યો છે. સુરતની કતારગામ બેઠક જે ભાજપનો ગઢ અને સિક્યોર સીટ મનાતી હતી. ત્યાં પણ આ વખતે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા કતારગામ બેઠક પરથી લડશે તેવી જાહેરાત થતાની સાથે જ ભાજપ દ્વારા ફરી મંત્રી વિનુ મોરડિયાને મેદાને ઉતારાયા છે. જેને લઇ બે દિગ્ગજ નેતાઓ આમને સામને છે. જેથી આ બેઠક પર ભારે રોમાંચક માહોલ ટક્કર જોવા મળી શકે છે. જ્યારે કોંગ્રેસમાંથી નવા ચહેરાને જ મેદાનમાં ઉતારતા આ બેઠક આપ અને ભાજપ વચ્ચેની લડાઈ સમાન બની ગઈ છે.

પટેલોના બે મોટા નેતાઓ આમને-સામને
ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં આ વખતે આમ આદમી પાર્ટીએ 182 ઉમેદવારો મેદાને ઉતારીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ બનાવી દીધો છે.તેમાં પણ અનેક એવી બેઠકો પર આમ આદમી પાર્ટીના મોટા ચહેરાઓની સામે ભાજપના વિગજ નેતાઓ મેદાને ઉતારવામાં આવ્યા છે. જેને લઇ આ બેઠકો પર કાંટાની ટક્કર જેવો માહોલ થવા જઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત બનાવનાર પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા કતારગામ બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ અંગેની જાહેરાત થઈ ગયા બાદ ભાજપએ પણ કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેતા તેમણે પણ દિગ્ગજ નેતાને મેદાને ઉતારી દીધા છે. ભાજપ દ્વારા ગોપાલ ઇટાલિયાની સામે કતારગામ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવનાર અને હાલની સરકારમાં શહેરી વિકાસ મંત્રી રહેનાર વિનુ મોરડિયાને ફરી એક વખત ટિકિટ આપી મેદાને ઉતારી દીધા છે. તો કોંગ્રેસ દ્વારા નવા ચહેરા અને ગત વખતે કોર્પોરેશનનુ ઇલેક્શન લડનાર કલ્પેશ વરિયાને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે. ત્યારે આ બેઠક પર બે મોટા નેતાઓ મેદાને ઉતર્યા હોવાથી ભાજપમાંથી વિનુ મોરડિયા વર્સિસ આપમાંથી ગોપાલ ઇટાલિયા વચ્ચેની કાંટાની ટક્કર થવા જઈ રહી છે.

બે પાટીદાર વચ્ચે સીધી લડાઈ
સુરતની કતારગામ બેઠક પર પણ પાટીદારોનું ખૂબ જ મોટું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. ત્યારે ભાજપમાંથી ફરી એક વખત પાટીદાર નેતા વીનુ મોરડિયા પર વિશ્વાસ મૂકી ટિકિટ આપી છે. તો તેની સામે પાટીદાર તરીકે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા મેદાને છે. જ્યારે કોંગ્રેસમાંથી પ્રજાપતિ સમાજના ઉમેદવાર તરીકે કલ્પેશ વરીયાને મેદાને ઉતાર્યા છે.ત્યારે કતારગામની આ બેઠક પર સીધી રીતે હવે બે પાર્ટીના મોટા પાટીદાર નેતાઓ વચ્ચે સીધી ટક્કર થવા જઈ રહી છે.બે પાટીદાર નેતાઓ વચ્ચેની આ લડાઈ ખૂબ જ ચર્ચાનું અને આકર્ષણનું માધ્યમ મતદારોમાં પણ બની રહ્યું છે.

આ કારણે સીધી લડાઈ
આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગયા બાદ જે રીતે સમગ્ર સમગ્ર ગુજરાતમાં આપ આમ આદમી પાર્ટી એ જે રીતે એક માહોલ ઉભો કર્યો છે. છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસે ક્યારેય આ પ્રકારનું સ્થિતિ સર્જાવાની હોય તે પ્રકારનું માહોલ બનાવી શકી નથી. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવામાં જો કોઈનું સિંહ ફાળો હોય તો તે આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો છે. ત્યારે હવે આ પાર્ટીને ગુજરાતમા મજબૂત બનાવનાર ગોપાલ ઇટાલિયા કતારગામ થી ઇલેક્શન લડી રહ્યા છે. ગુજરાતમાં હાલની સરકાર સામે ક્રાંતિનો લાવવા માટેનો એક નવો ચહેરો છે. શિક્ષિત છે મૂળ પાટીદાર છે. પાટીદાર સમાજમાં અને યુવાઓમાં આકર્ષિત બન્યા છે. સોશિયલ મીડિયા અને જમીની લેવલ પર તેનો એક મોટો ચાહક વર્ગ ઉભો થયો છે.ત્યારે તેની સામે કોઈ પણ પ્રકારનું રિસ્ક ભાજપ ન લેવા માંગતી હોય તેમ તેમણે પણ કતારગામમાંથી પાટીદાર નેતા વિનુ મોરડિયા મેદાને મૂક્યા.વિનુ મોરડિયા 2017માં કતારગામમાંથી જ વિધાનસભાનું ઇલેક્શન લડ્યા.આ અગાઉ તેઓ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનમાં બે વખતથી કોર્પોરેટ હતા અને મહાનગરપાલિકાની અનેક સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે.સ્થાનિક લેવલ પર વિનુ મોરડિયાને મોટી કોઈ ભાજપ લેવલને અસર પહોંચાડે તેવી ફરિયાદ સામે આવી નથી.મંત્રી તરીકે પણ તેઓ નિર્વિવાદિત રહ્યા છે.જેને લઇ ભાજપ એ ફરી તેમની પર વિશ્વાસ મૂકીને બીજી વખત મેદાને ઉતાર્યા છે.આમ આ બંને પાર્ટીના મોટા માથાઓ ગણવામાં આવે છે અને તેને જ લઈ બંને વચ્ચેની વર્ચસ્વ ની લડાઈ જોવા મળી રહી છે.

કતારગામ બેઠકને ભાજપનો ગઢ તરિકે જાળવી રાખવા મોરડિયા મેદાને ઉતર્યા છે
કતારગામ બેઠકને ભાજપનો ગઢ તરિકે જાળવી રાખવા મોરડિયા મેદાને ઉતર્યા છે

જંગી બહુમતિ મળશે: વિનુ મોરડિયા
ભારતીય જનતા પાર્ટીના કતારગામ બેઠકના ફરી રીપીટ કરાયેલા મંત્રી અને ધારાસભ્ય વિનુને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાના સામેની ટક્કર કેટલી મહત્વપૂર્ણ રહેશે તે અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે સ્વાભાવિક છે કે, કતારગામ વિધાનસભા ખૂબ જ જંગી બહુમતીથી ભાજપ જીતવાની હોય છે. જેને લઇ તેમની પાસે જે પણ સારામાં સારું બાણ હોય તે બાધા માંથી કાઢે છે.પરંતુ તેનાથી કોઈ ફરક પડવાનું નથી.ભાજપનું મજબૂત કતારગામમાં સંગઠન છે. મોટી ફોજ છે. કતારગામના વિકાસના કાર્યો છે. જેને લઇ કતારગામ વિધાનસભા જંગી બહુમતીથી જીતશે.ગોપાલ ઈટાલિયા અમારા માટે કોઈ જ મુસીબત બનશે નહીં.

આમ આદમી પાર્ટી નહી જનતા જ લડી રહી છે
કતારગામમાંથી મેદાને ઉતરેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, હું પ્રથમ વખત ઇલેક્શન લડી રહ્યો છું. આ જનતાએ બનાવેલી પાર્ટી છે. આમ આદમી પાર્ટી નથી હું ચૂંટણી લડી રહ્યો છું. પરંતુ ચૂંટણી તો જનતા જ લડી રહી છે.ચૂંટણી જ્યારે જનતા લડતી હોય ત્યારે સામે ગમે તેટલા મોટા માથાઓ આવે. પરંતુ જીતતો જનતાની જે થશે. વિનુભાઈ મોરડિયા ધારાસભ્ય રહ્યા મંત્રી રહ્યા, ત્યારે તેઓ પાંચ વર્ષમાં શું કામ કર્યા તેવા વિઝન સાથે લોકો વચ્ચે જાય અને સમજાવે. જ્યારે અમે જનતાની પાર્ટી અને જનતાના સેવક બનીને જનતાની વચ્ચે જઈ રહ્યા છે.જનતાના કાર્યોના લક્ષ સાથે આગળ વધી રહ્યા છે.જેથીજનતાના આ માહોલમાં અમારો ભવ્ય વિજય થશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કતારગામ વિધાનસભામાં શું છે જાતિગત સમીકરણ?
કતારગામમાં સૌથી વધુ પાટીદાર મતો છે .અને બીજા નંબર પર પ્રજાપતિ સમાજના મતો છે. કતારગામ વિધાનસભા બેઠક ઉપર સત્તાવાર રીતે ત્રણ લાખ 22 હજાર જેટલા મતદારો નોંધાયા છે. જે પૈકી અંદાજે એક લાખ કરતા વધુ પાટીદાર મતદારો છે.જ્યારે 65000 જેટલા પ્રજાપતિ સમાજના મતદારો છે.અને બાકીના મરાઠી બ્રાહ્મણ માલધારી અને મૂળ સુરતી સમાજના મતદારો છે.હવે આ મતદારોમાં અત્યાર સુધી વિનુ મોરડિયા ને મળતા પાટીદારના મતદારો ગોપાલ ઈટાલિયા કાપી શકે છે.તે ઉપરાંત ગોપાલ ઈટાલિયાએક યુવા ચહેરો અને નવી લોભામણી જાહેરાતો મુજબઆમ આદમી પાર્ટી તરફથી તે વિશ્વાસ નો ચહેરો બની રહ્યા છે જેને લઇ અન્ય સમાજના પણ મતો તે કાપી શકે છે.બીજી તરફ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલ કલ્પેશ વરિયા પ્રજાપતિ સમાજમાંથી આવ્યા છે અને તે પ્રજાપતિ સમાજના મતો પોતાના તરફ મેળવી શકે છે.ત્યારે આ બધાની વચ્ચે જો કોઈને સૌથી મોટું નુકસાન પહોંચતું હોય તો ભાજપના ઉમેદવાર વિનુ મોરડીયાને પહોંચી શકે છે અને તેને જ લઈ બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની આ લડાઈ માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...