મોટા વરાછાથી કલાકુંજને જોડતાં તાપી કમ ખાડી બ્રિજને કાપોદ્રામાં સિડનીમાં બનેલા બો-સ્ટ્રિંગ ડિઝાઇનવાળા ગર્ડરનો શેપ આપવા પાલિકાએ ગુરુવારથી કામગીરીના શ્રી ગણેશ કર્યાં હતાં. સુરત-કામરેજને જોડતાં રોડની વ્યસ્તતાને ધ્યાનમાં રાખી કાપોદ્રા સ્થિત વરાછા રોડની ઉપર ગર્ડર મુકવાની કામગીરી રાત્રે કરવાનું નક્કી થયું હતું.
જેથી આગામી 3 મહિના સુધી ચાલનારી આ કામગીરી માટે તબક્કાવાર અવર-જવરના બે માર્ગો પૈકી એક રોડ વાહન વ્યવહાર માટે બંધ રખાશે. આ વેળાએ કાપોદ્રા બ્રિજની નીચેથી ચીકુવાડી થઇ CNG પંપ પાસે નીકળતા ડાયવર્ઝનનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે. સ્ટીલ સ્ટ્રક્ચર ચઢાવવાની કામગીરી દરમ્યાન પાલિકા સ્ટાફની સાથે શહેર ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર નિયમન માટે તૈનાત રહેશે. આ દરમ્યાન દિવસમાં માત્ર રોડની સાઇડમાં બાકી રહેલી કામગીરી જ કરાશે, જોકે દિવસમાં વાહન વ્યવહાર રાબેતા મુજબ ખુલ્લો રખાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.