લિંબાયત પ્લોટ પ્રકરણમાં કામિની દોશી પાસેથી આખરે ઝોનનો હવાલો પણ લઈ લેવાયો છે. અગાઉ એડિશનલ સિટી ઇજનેરનો ચાર્જ ખુંચવાયો હતો. કાર્યપાલક ઇજનેરોની ખાલી જગ્યા અંગે કમિશનરે કરેલા ઓર્ડરમાં બે ડેપ્યુટી ઇજનેરોને ઝોનના ચાર્જ અપાયા છે.
કમિશનરે કાર્યપાલક ઇજનેરોના કરેલા ઓર્ડરમાં લિંબાયત ઝોનના એક્ઝિક્યુટિવ ઇજનેર કામિની દોશી પાસેથી હવાલો લઈ તેમને ટ્રાફિક-બીઆરટીએસ પ્રોજેક્ટ સેલ, સેન્ટ્રલ સ્ટોર સોંપાયો છે. જ્યારે ડેપ્યુટી ઇજનેર રાકેશ મોદી ઇલેક્શન-સેન્સસમાં સ્પે. ઓફિસર તરીકે ફરજ બજાવતાં હતાં તેમને એક્ઝિક્યુટીવ ઇજનેર કતારગામ ઝોનનો ચાર્જ સોંપાયો છે તથા રાંદેરના ડે.ઇજનેર મિતા ગાંધીને એક્ઝિક્યુટીવ ઇજનેર અઠવા ઝોનનો ચાર્જ સોંપાયો છે. કતારગામ ઝોનમાં ફરજ બજાવતાં એક્ઝિક્યુટીવ ઈજનેર વિપુલ ગણેશવાલાને લિંબાયત ઝોન સોંપાયો છે.
વિજિલન્સનો હવાલો સંભાળતા ડે.ઇજનેર જયેશ ચૌહાણને એક્ઝિક્યુટીવ ઇજનેર સીઈ સ્પેશિયલ સેલ, તાપી રિવર ફ્રન્ટ ડેવ. સેલ, પાંડેસરા સીઈપીટી અને સોલિડ વેસ્ટ ખાતું સોંપાયું છે. એક્ઝિક્યુટીવ ઇજનેર પીઆઈ સેલ ના મેઘાવી દેસાઇ ને હેરિટેજ સેલની વધારાની ડ્યૂટી સોંપાઇ છે. તથા વરાછા ઝોન ના ડે.ઇજનેર આશિષ. જી.ગાંધી ને વધારા નો સેન્ટ્રલ સ્ટોર નો હવાલો સોંપાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.