કળશયાત્રા:નવનિર્મિત જગન્નાથજી મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે કળશયાત્રા નીકળી

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરોલીના લંકાવિજય હનુમાન મંદિરની બાજુમાં જગન્નાથપુરીની પરંપરા મુજબ તૈયાર કરાયેલા ભગવાન જગન્નાથજીના મંદિરની પ્રતિષ્ઠા 19 નવેમ્બરના રોજ થશે. તે પૂર્વે 108 નદીના જળ ભરેલી કળશ યાત્રા નીકળી હતી. આ પ્રસંગે ભારત સાધુ સમાજ દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ મહામંડલેશ્વર સીતારામદાસજી મહારાજે જણાવ્યું હતું કે, અમરોલીમાં છેલ્લા 38 વર્ષથી ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે.

પરંતુ ભગવાનનું મંદિર હવે પૂર્ણ રીતે આકાર પામ્યંુ હોવાથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિ હવે નિજ ગૃહમાં સ્થાપાશે.સુરતના મંદિરોમાં પ્રથમ વખત ઘુમ્મટ પર 65 કિલો પિત્તળનું ચક્ર મુકાશે.બુધવારે સવારે 9 વાગ્યે કળશ યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સાધુ-સંતો જોડાયા હતા. બુધવારે અન્નવાસ, ગુરુવારે જલવાસ અને શુક્રવારે નગરયાત્રા બાદ ભૂદેવો દ્વારા મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ મંદિરો, મઠો, આશ્રમો અને અખાડાના સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...