તપાસ:કડોદરાના આર્મ્સ એક્ટના ગુનાનો વોન્ટેડ ઝડપાયો, પોલીસને પેટ્રોલિંગ વેળા બાતમી મળી

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગત 22 ફ્રેબુઆરીના રોજ સુરત ગ્રામ્યની કડોદરા જીઆઇડીસી પોલીસની ટીમ પી.આઈ. એચ.બી. પટેલના નેતૃત્વમાં પેટ્રોલીંગમાં હતી તે સમય ખાનગી રાહે બાતમી મળી હતી કે, કડોદરાના ક્રિષ્ના નગરમાં નવલસિંગ કહાર નામનો એક ઈસમ પોતાના રહેણાક મકાનમાં કોઈ ગુનાહિત હેતુ પાર પાડવા માટે હાથ બનાવટની પિસ્તોલ પોતાની પાસે સંતાડી રાખી મુકેલ છે.

જે આધારે પોલીસે રેડ કરતાં પોલીસે નવલસિંગ રામધનીસિંગ કહાર (રહે ક્રિષ્ના નગર, ભંડારિયા કોમ્પ્લેક્ષ, કડોદરા, મૂળ રહે કોલ્હુઆવર, જી. નવાદા, બિહાર)ને પકડી તેની પાસેથી એક હાથ બનાવટની પિસ્તોલ રૂ. 25 હજાર કબ્જે કરી હતી. પોલીસે આ ગુનામાં અભય ઉર્ફે અભેસિંગ જોગીન્દર અને મોન્ટુસિંગ નામના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા જે અંતર્ગત સુરત જિલ્લા એલ.સી.બી.ના ચિરાગભાઈ જ્યંતીભાઈ તેમજ પેરોલ ફ્લોના દીપક અનિલભાઈ નાઓને મળેલી અંગત રાહે મળેલી બાતમી આધારે વોન્ટેડ આરોપી એવા અનિલકુમાર ઉર્ફે મન્ટુસીંગ ગોપાલ શર્મા ,( ઉ.વ .42 રહે.કડોદરા , શાન્તીનગર , તા.પલસાણા , જી.સુરત , હાલ - તાતીથૈયા , વી.કે.પાર્ક , ચા નાસ્તાની લારી ઉપર , તા.પલસાણા , જી.સુરત , મુળ રહે.બભના લોધીપુર , પો.નીગમા , થાના - કરથા , જી.અરવલ , બિહાર)ને તાંતીથૈયા ખાતેના વી.કે પાર્ક માંથી ઝડપી પાડી વધુ તપાસ હાથધરી છે

અન્ય સમાચારો પણ છે...