તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:કતારગામમાં સગાઈ પહેલાં જ યુવતીએ ફાંસો ખાઇ લીધો

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ‘મારા મોત માટે કાેઇ જવાબદાર નથી’
  • મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી

કતારગામની યુવતીએ સગાઈ પહેલા જ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ પગલું ભરતા પહેલાં ‘હું ભગવાન પાસે જવા માગું છું ,મારા મોત માટે કોઇ જવાબદાર નથી હું મારી મરજીથી આ પગલું ભરુ છું.’એવી સુસાઇડ નોટ લખી હતી. યુવતીએ કયા કારણસર પગલુંભર્યું એ તપાસ બાદ ખબર પડશે એવું પોલીસે જણાવ્યું હતું.

મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડા ગામના વતની અને હાલ કતારગામમાં રમણનગર સોસાયટીમાં રહેતા જશુભાઈ પાંડવ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. જે પૈકી સૌથી મોટી પુત્રી 20 વર્ષીય ભક્તિ ધોરણ-10માં અભ્યાસ કર્યા બાદ છેલ્લા બે વર્ષથી માતાને ઘરકામમાં મદદ કરતી હતી.

ભક્તિએ બુધવારે બપોરે પોતાના ઘરે લોખંડની એંગલ સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના જણાવ્યા મુજબ ભક્તિની મરજીથી એક મહિના પહેલા સગાઈ વાત ચાલતી હતી. જયારે 15 દિવસ બાદ તેણીની સગાઈ પણ હતી. તેણીની સગાઈ થાય તે પહેલા જ કયા કારણોસર પગલું ભર્યું એ જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...