બેદરકારી:નમૂનાંના નામે બેસન, કેચઅપ ખાઈ જનારા 3ને માત્ર નોટિસ

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રાન્ડેડ વસ્તુઓ લઈ જઈને દુકાનદારોને નિયમ મુજબ રૂપિયા પણ નહીં અપાયાં

પાલિકાના ફૂડ વિભાગના ત્રણ સેફ્ટિ ઓફિસરોએ સરથાણાની કરિયાણાની દૂકાન, બેકરીમાંથી ટૉમેટો કેચઅપ, બેસન વગેરે બ્રાન્ડેડ વસ્તુઓ સેમ્પલ ટેસ્ટ કરવાના નામે લઈ જઈ કિંમત પણ નહીં ચૂકવતાં ફરિયાદ ઉઠી છે. આ મામલે બે મહિલા સહિત ત્રણેય ફૂડ સેફ્ટી ઓફિસરોને માત્ર શોકોઝ નોટિસ જ અપાતાં સ્થાયી સમિતિમાં મુદ્દો ઉઠાવી સભ્ય ધર્મેશ ભાલાળાએ ત્રણેય ભ્રષ્ટ કર્મીઓને સસ્પેન્ડ કરી દાખલા રૂપ કાર્યવાહી કરવા માંગણી કરી છે.

પાલિકાના કયા ઓફિસરે કઈ દુકાનમાં હાથ માર્યો
​​​​​​​સરથાણાની દાતાર ડેરીમાંથી ગાય છાપ બેસન ઓફિસર દેવેન્દ્ર શર્મા લઈ ગયાં હતાં. અમીધારા બેકરીમાંથી કિશાન ફ્રેશ ટૉમેટો કેચઅપ પૂર્વી દેસાઇ લઈ ગયાં હતાં તથા ગણપત કાકાના ગોટામાંથી ફૂડ તૃપ્તિ પટેલ બેસન લઈ ગયા હતા. આ ત્રણેય ફૂડ સેફ્ટી ઓફિસરોને ડેપ્યુટી કમિશનર ડો. આશિષ નાયકે નોટિસ આપી જણાવ્યું છે કે, તમે જોગવાઈઓનો ભંગ કરી ગંભીર ફરજ ચૂક કરી છે. પાલિકાના હિતમાં આ ચલાવી લઈ શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...