હડતાળ યથાવત:સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરોએ કેન્ડલ માર્ચ યોજીને વિરોધ પ્રદર્શન કર્યું

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તબીબોએ કેન્ડલની સાથે મોબાઈલની લાઈટ કરીને વિરોધ કર્યો હતો.
  • જુનિયર ડોક્ટરોએ હડતાળના સાતમાં દિવસે આંદોલનને રાત્રે પણ શરૂ રાખ્યું

સુરતની નવી સિવિલ હોસ્પિટલ સહિત ગુજરાતની સરકારી હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સાતમા દિવસે પણ યથાવત છે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અંતિમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરોના બોન્ડને લઈને ઊભા થયેલા વિવાદને પગલે ગુજરાતભરની સરકારી મેડીકલ જુનિયર ડોક્ટરોએ હડતાળ પાડી છે. રાત્રે સિવિલના હળતાળ પર ઉતરેલા રેસિડેન્ટ તબીબોએ કેન્ડલ માર્ચ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

સરકાર દ્વારા હડતાળને કચડવાના થતા પ્રયાસોનો ઉગ્ર વિરોધ કરાયો હતો.
સરકાર દ્વારા હડતાળને કચડવાના થતા પ્રયાસોનો ઉગ્ર વિરોધ કરાયો હતો.

તબીબોની માગ યથાવત
છેલ્લા સાત દિવસ સુધી હડતાળ ચાલુ રહેતા સરકારી સિવિલ હોસ્પિટલોની આરોગ્ય કામગીરી ઉપર વ્યાપક અસર પહોંચી છે. સરકાર તરફથી કોઈ પ્રતિસાદ નહીં મળતાં આજે અમદાવાદ ખાતે હડતાળ ઉપર જનાર ડોક્ટર એસોસિએશનની એક બેઠક અમદાવાદ ખાતે મળી રહી છે. આ બેઠકમાં સુરત સિવિલના ડોક્ટર એસોસિએશન સહિત રાજ્યભરની સરકારી હોસ્પિટલની ડોક્ટરોનાએસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં લડત માટેની આગામી રણનીતિ અંગે ચર્ચા ચાલી રહી છે.

ડોક્ટરોએ પોતાની માગ સાથે મક્કમ રહીને હડતાળ યથાવત રાખી છે.
ડોક્ટરોએ પોતાની માગ સાથે મક્કમ રહીને હડતાળ યથાવત રાખી છે.

કેન્ડલ માર્ચ યોજાઈ
નવી સિવિલ હોસ્પિટલમાં રાત્રે રેસિડેન્ટ તબીબોએ કેન્ડલ માર્ચ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ માર્ચમાં મોટાભાગના રેસિડેન્ટ તબીબોએ હાજરી આપી હતી. સાથે જ સરકાર દ્વારા હડતાળને કચડવાના થતા પ્રયાસોનો ઉગ્ર વિરોધ કર્યો હતો.