બિઝનેસ:બેંકની સ્થિતિ જોઈ સપ્ટે.માં ડિવિડન્ડ અંગે નિર્ણય

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની સ્થિતિની અસર બેંકિંગ પ્રણાલી પર પણ થઈ છે. એવામાં આરબીઆઈએ એક અગત્યનો નિર્ણય કર્યો છે કે, વર્ષ 2020નું ડિવિડન્ડ સહકારી અને કોમર્શિયલ બેંકો તેમના ખાતેદારોને ચૂકવી શકશે નહીં. સપ્ટેમ્બર માસમાં બેંકની નાણાંકીય સ્થિતિ જોઈને ડિવિડન્ડ ચૂકવવા અંગે સૂચન કરવામાં આવશે.

શહેરની ઘણી સહકારી બેંકો સાથે લાખો સભાસદો સંકળાયેલા છે
એટલે કે, જો કોઈ બેંક ડિવિડન્ડ જાહેર કરે તો પણ ફાળવણી માટે સબ્જેક્ટ ટુ રિઝર્વ બેંક કન્ફોર્મેશન રહેશે. શહેરની ઘણી સહકારી બેંકો સાથે લાખો સભાસદો સંકળાયેલા છે. જેમના ડિવિડન્ડની ફાળવણી માટે મોટાભાગની બેંકો દ્વારા જોગવાહી થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. પરંતુ કોવિડના કારણે ફાળવણી નહીં કરવા RBIએ સૂચન કર્યું છે. આ અંગે બેંકિંગ સેક્ટરના તજજ્ઞ ડો. જતિન નાયક જણાવે છે કે, કોમર્શિયલ બેંકોની સરખામણીએ સહકારી બેંકોની નાણાંકીય સ્થિતિ જોઈને ડિવિડન્ડ ફાળવણી કરવા માટે સહકારી બેંકોને પરવાનગી આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, કોમર્શિયલ બેંકોમાં માર્ચમાં મર્જર થયા છે. મર્જરની સ્થિતિના કારણે કોમર્શિયલ બેંકોની નાણાંકીય સ્થિતિને અસર થઈ શકે છે. જેના કારણે આરબીઆઈએ સપ્ટેમ્બરમાં બેંકોની સ્થિતિ જોઈને ડિવિડન્ડ ફાળવવા નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...