204 કરોડનું હીરા કૌભાંડ કેસ:આજે મીત કાછડિયાની જામીન અરજી ઉપર ચુકાદો આવી શકે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેઝમાં 204 કરોડનું હીરા કૌભાંડ કરાયું હતું

204 કરોડ રૂપિયાના ડાયમંડ હવાલા કાંડમાં સંડોવાયેલાં આરોપી મીત કાછડિયાની જામીન અરજી પર મંગળવારે ચીફ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. સરકાર પક્ષે એપીપી ધમેન્દ્ર પ્રજાપતિએ દલીલો કરી હતી. જેમાં લેબ ડાયમંડ અને ઓરિજિનલ ડાયમંડનો મુદ્દો ઉછળ્યો હતો.

સરકાર પક્ષે લેબ ડાયમંડની જગ્યાએ ઓરિજિનલ ડાયમંડ એક્સપોર્ટ કરાતા હોવાનો લેબ રિપોર્ટ રજૂ કરાયો હતો. બુધવારે જામીન અરજી પર ચુકાદો આવી શકે છે. નોંધનીય છે કે આજે કસ્ટમના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને આરોપી વિરુધ્ધ સોગંદનામુ રજૂ કરી જામીન નહીં આપવાના મુદ્દા રજૂ કર્યા હતા.

એક્સપોર્ટ કરાયેલાં 30 કન્સાઇન્મેન્ટ અંગે કસ્ટમ વિભાગની તપાસ હજી અંધાકારામાં છે. આ કન્સાઇન્મેન્ટ કોના હતા, લોકલ લેવલેથી કોણે એક્સપોર્ટ કરાવ્યા તેના મૂળ સુધી હજી ડિપાર્ટમેન્ટ પહોંચ્યું નથી. ફોરેન્સિકમાં મોકલાયેલાં ત્રણ લેપટોપ અને આઇપેડ પણ અનેક રહસ્ય ખોલશે.

અન્ય સમાચારો પણ છે...