કામગીરી:પૂણાની બાળકીના રેપ-હત્યા કેસમાં આજે સંભવત; ચુકાદો

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 જેટલા દસ્તાવેજી પૂરાવા રજૂ કરાયા હતા

પૂણામાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર-હત્યાના કેસમાં આજે મંગળવારના રોજ સંભવત: ચુકાદો આવી શકે છે. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી અને 15 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. કેસની વિગત મુજબ 13મી એપ્રિલના રોજ આરોપી રામપ્રસાદ લલન સિંહ ઘર નજીક રહેતી બાળકીને ઉંચકીને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો જ્યાં બાળકી પર બળાત્કાર ગુજારીને તેના મોઢાં પર પત્થર મારી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ આરોપીએ નજીકના એક ખાડામાં બાળકીને નાંખી તેની પર 15 કિલોથી વધુનો પથ્થર મૂકી દીધો હતો અન માટીથી દાટી દીધી હતી.

જો કે, સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ થઈ હતી અને તેની ધરપકડ બાદ પોલીસે ઝડપથી ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટમાં દલીલો બાદ આરોપીને તકસીરવાર ઠેરવવામાં આવ્યો હતો અને સરકાર પક્ષે આરોપીને કડક સજા અંગેની દલીલો કરી હતી. કોર્ટે મંગળવાર તા.26મી જુલાઈની મુદત ઓર્ડર માટે નક્કી કરી હતી. એટલે સંભવત: આજે આ કેસનો ચુકાદો આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...