ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસનો આજે ચુકાદો:105 સાક્ષી ચકાસાયા; FSL, મેડિકલ, ફોન રેકોર્ડિંગ સહિતના પુરાવા રજૂ કરાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

પોસાદરામા સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાના કેસમાં આરોપી સામેની અંતિમ દલીલો પૂર્ણ થતાં શનિવારના રોજ કોર્ટ આરોપી સામેનો ચુકાદો જાહેર કરી શકે છે. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખની દલીલો બાદ કોર્ટે ચુકાદા માટે શનિવાર 16મી એપ્રિલની મુદત આપી હતી. નોંધનીય છે કે આરોપી સામે કુલ 105 સાહેદોએ જુબાની આપી હતી. 12મી ફેબ્રુઆરીના રોજ આરોપી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરિયાના ગળા પર ચપ્પુ ફેરવી દીધુ હતુ. પહેલાં આરોપીએ ગ્રીષ્માને પકડી રાખી હતી.

અનેક લોકો ત્યાં ઉપસ્થિત હતા છતા કોઈએ બચાવવાનો પ્રયાસ કર્યો નહતો. હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને પોલીસે અઠવાડિયાની અંદર જ ચાર્જશીટ રજૂ કરી હતી બાદમાં આરોપી સામેની ટ્રાયલ પણ ઝડપથી શરૂ થઈ ગઈ હતી.

જેમાં નજરે જોનારા સાક્ષી, એફએસએલ રિપોર્ટ, મેડિકલ પુરાવા, મોબાઇલ ફોન રેકોર્ડિંગ ઉપરાંત ઘાયલ થનારાઓની જુબાની વગેરે પુરાવા સરકાર પક્ષે રજૂ કરવામાં આવ્યા હતા. બચાવ પક્ષે સ્થળ પંચનામુ નથી થયુ,ઉપરાંત પીએમ કોઈ અન્ય જ બોડીનું કરવામાં આવ્યુ હોવાનો બચાવ લેવામાં આવ્યો હતો. અંતિમ દલીલો બાદ કોર્ટે 16મી એપ્રિલના રોજની મુદત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...