તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કરચોરી પકડવા GSTની મોબાઈલ સ્કવોડને કંટ્રોલ રૂમ સાથે જોડાઈ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું, 30 વાહનો પર કેમેરા લગાવ્યા

લોકડાઉન દરમિયાન જીએસટી કલેક્શનમાં ઉછાળા વચ્ચે કરચોરો એક્ટિવ થયા હોય જીએસટી વિભાગે રાજ્ય બહારથી પૂરતા કાગળો વગર આવતા વાહનોને ઝડપવા કંટ્રોલ રૂમ ચાલુ કર્યો છે. રાજ્યની વિવિધ ચેક પોસ્ટ પર ફરતી મોબાઇલ સ્કવોડને પણ કંટ્રોલ રૂમ સાથે જોડી દેવાઈ છે. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય છે. મોબાઇલ સ્કવોડ જે એરિયામાં હોય તેનું લોકેશન દેખાય છે અને શંકાસ્પદ ગાડીઓનું પણ લોકેશન દેખાતા આવી ગાડી તાબડતોબ પકડી શકાશે.

શંકાસ્પદ ગાડીઓનું લોકેશન દેખાતા પકડી શકાશે

કેવી રીતે કામ કરે છે
દેશના મોટાભાગના જીએસટી વિભાગે કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે. પરંતુ ગુજરાત પહેલું એવું રાજય છે જેણે કંટ્રોલ રૂમની સાથે મોબાઇલ સ્કવોડને કનેક્ટ કરી 30 વાહનોમાં કેમેરા લગાડ્યા છે. વાહનોમાં માલ સપ્લાય થાય તેનું લોકેશન પણ જાણી શકાય છે.

30 મોબાઇલ સ્કવોડ સક્રિય
જીએસટી સૂત્રો કહે કે, રાજ્યમાં 30 મોબાઇલ સ્કવોડ છે. આ વાહનો ક્યાં રૂટ પર છે તે જાણી શકાય છે. એક રીતે લાઇવ ચેકિંગ પણ જોઇ શકાય છે. ચોરી કરનારાઓ કાચા રસ્તા પરથી માલની અવરજવર કરે છે, જેઓને પકડવા તત્કાલ મેસેજ અપાઈ છે.

ડેટા એનાલિસિસ ટીમ સક્રિય
ઇ-વેબ અને તેના આધારિત ડેટાનું એનાલિસિસ માટે એક ટીમ 24 કલાક કાર્યરત છે.ઇ-વે બિલ અને તેની વિગતોના આધારે ડેટા એનાલિસિસ થાય છે. શંકાસ્પદ ડેટા હોય તો તાત્કાલિક મોબાઇલ સ્કવોડને ફોરવર્ડ કરી ટેક્સચોરી કરનારાઓને પકડી શકાય.

અન્ય સમાચારો પણ છે...