તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બર્ડહિટ મુદ્દે સુરત એરપોર્ટના 10 કિમીના એરિયાનું આજથી ગુરૂવારે ઇન્સ્પેક્શન કરાશે. એરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીએ જણાવ્યું કે, કોઇમ્બતુરની સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રીના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડો. પી. પ્રમોદે એરપોર્ટ પર એસએમસી અને એએઆઇના અધિકારી સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે જુદા જુદા એરપોર્ટ પર બર્ડ હિટ માટેના જવાબદાર કારણોની ચર્ચા કરી હતી.
અમદાવાદના એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના પાછળ મુખ્ય કારણ સાબરમતી નદી પર ફૂડ ખાવા આવતા પક્ષીઓ છે. તેવી જ રીતે સુરત એરપોર્ટ પર બર્ડ હિટ પાછળ પ્રાથમિક કારણ ઝિંગા તળાવ અને ડમ્પિંગ સાઇટ છે. જેથી કમિટી બનાવાઈ છે. જે કમિટી એરપોર્ટના ચારેય બાજુના 10 કિમીના એરિયામાં ફરી કયા કયા પક્ષીઓ કયાં કારણોથી આવે છે તે બાબતની સ્ટડી કરી રિપોર્ટ બનાવશે.
ખાણીપીણીની લારી અને હોટલો પણ કારણભૂત
બેઠકમાં એરપોર્ટ પર બર્ડ હિટ માટે 10 કિમીના એરિયામાં આવતા ઝિંગા તળાવ અને ડમ્પિંગ સાઇટ સાથે શાકાહારી-માસાહારીની ખાણીની લારી અને હોટલોને પણ જવાબદાર ગણાવી છે એટલે કે, વધતો ખોરાકનો યોગ્ય રીતે નિકાલ નહીં થતો હોવાથી પક્ષીઓને ભોજન માટે આમંત્રણ મળે છે. તે સાથે ઘણી જગ્યાએ પક્ષીઓને ભોજન માટે ચણ નખાતા હોવાનું પણ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.