તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:જીયાંસ ઍક્ષપોર્ટનું રૂ. 53.73 લાખની ફૂલેકું

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • રિંગરોડની યુનિવર્સલ ટેક્સટાઈલ માર્કેટના ભાગીદારો-દલાલ સહિત 4 વિરૂદ્ધ ગુનો

સાયણના કારખાનેદાર પાસેથી ઉધારીમાં રૂ.53.73 લાખની કિંમતનું કાપડ ખરીદ્યા તેના નાણાં નહીં ચૂકવી દુકાન બંધ કરી નાસી છુટેલા રિંગરોડ સ્થિત યુનિવર્સલ ટેક્ષટાઇલ માર્કેટમાં આવેલી જીયાંસ એક્ષપોર્ટના બે ભાગીદારો અને કાપડ દલાલ સહિત 4 વિરૂદ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.કતારગામ ઓમ હેરિટેજમાં રહેતા ચિરાગ હરખજીભાઇ સેટા સાયણ સનરાઇઝ ઇન્ડ. એસ્ટેટમાં અમીરા ફેબ્રિક્સના નામે કાપડનું કારખાનું ધરાવે છે. વર્ષ 2019માં તેમનો સંપર્ક ભીખા માવજી વધાસીયા સાથે થયો હતો.

મનોજ નાનજી ગજેરા અને પિયુશ રામજી મીયાણી (રહે, વિનાયક સોસાયટી, નાના વરાછા)ભાગીદારીમાં રિંગરોડ યુનિવર્સલ ટેક્ષટાઇલ માર્કેટમાં શ્રીજી ટેક્ષટાઇલ, ખોડીયાર ટેક્ષટાઇલ, શિવ ટેક્ષટાઇલ તથા જીયાંસ એક્ષપોર્ટના નામે ધંધો કરે છે. શરૂઆતમાં આ ટોળકીએ ઉધારીમાં લીધેલા કાપડના પૈસા ચૂકવી આપ્યા બાદ ગત વર્ષમાં રૂ.1,49,827નું કાપડ ખરીદી તેના નાણાં ચૂકવ્યા ન હતા.

આ ઉપરાંત અન્ય વેપારી કમલેશ ઠુમ્મરના આકાશ ટેક્ષ, રૂબી ટેક્ષ, કાલીકા ટેક્ષ, બેસ્ટ ટેક્ષ, કોમલ સિન્થેટીક્સ, શ્રીહરીઓમ ટેક્ષ તથા મહાકાલી ટેક્ષના ફર્મમાંથી રૂ.52,23,487નું કાપડ ઉધારીમાં ખરીદી તેના નાણા પણ નહીં ચૂકવી કુલ રૂ.53,73,313ની ઠગાઇ કરી દુકાન બંધ કરી નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો