તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વરાછામાં 50 હજાર માટે ભત્રીજાનું અપહરણ કરનાર 2 વર્ષ બાદ ઝબ્બે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રમકડા અપાવવાનું કહીને 6 વર્ષીય ભત્રીજાનું અપહરણ કર્યું હતું
  • 6 વર્ષના ભત્રીજાને અમદાવાદમાં બિનવારસી છોડી દીધો હતો

વરાછામાં ભાઈઓને પાઠ ભણાવવા માટે તેમજ 50 હજાર માટે 6 વર્ષના સગા ભત્રીજાનું અપહરણ કરી તેની હત્યાની ધમકી આપનાર આરોપી બે વર્ષ બાદ ઝડપાયો છે. આરોપી ભરત પુરુષોત્તમ મુજાણી અને તેનો ભાઈ રાજુ બંને વરાછાનાં બજરંગનગરમાં રહેતા હતા. તેમનો અન્ય એક ભાઈ વિજય અમરધામ સોસાયટીમાં રહે છે. ભરત લગ્ન કર્યા ન હોવાથી તેને તેના ભાઇ રાજુની પત્ની જમાડતી હતી. વર્ષ 2019ના જાન્યુઆરીમાં રાજુનો 6 વર્ષનો દીકરો જય જમવાની થાળી લઈને તેના કાકા ભરતને આપવા જતો હતો. તે સમયે ભરત જયને રમકડું અપાવવાના બહાને લઇ જઇ અપહરણ કરી ગયો હતો. ત્રણ દિવસ બાદ ભરતે ફોન કરીને 50 હજાર માંગ્યા હતા.

જ તેને રૂપિયા ન મળશે તો જયનું ગળું દબાવીને હત્યા કરવાની ધમકી આપી હતી. વરાછા પોલીસ સ્ટેશનમાં ભરત વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસની ભીંસ વધતા તેને જયને અમદાવાદમાં બિનવારસી છોડી દીધો હતો. પોલીસને જય અમદાવાદથી મળી આવ્યો હતો. સવા બે વર્ષ બાદ ભરતને પોલીસે વરાછાની સપના સોસાયટીમાંથી ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલા ભરત બોરીવલીમાં ચોરીના ગુનામાં પણ ઝડપાયો હતો.

ભાઇઓ ભાડાની આવક આપતા ન હતા
ભરત અને તેના ભાઇઓ 22 વર્ષ પહેલાં બોરીવલી રહેતા હતા. ત્યાં ભરતને એક યુવતી સાથે પ્રેમ થયો હતો પરંતુ પરિવારે તેની સાથે લગ્ન કરાવ્યા ન હતા. અહીં સુરતમાં ભરત તેની ભાભીને ત્યાં જમતો હતો. બોરીવલીના મકાનનું જે ભાડું આવતું હતું તેમાંથી ભરતના ભાઇ રાજુ અને વિજય બંને લઇ લેતા હતા. તેમાંથી એક રૂપિયો પણ ભરતને આપતા ન હતા.જેને લઇને ભરતને બંને ભાઇઓ પ્રત્યે મનદુ:ખ રહેતું હતું.

અન્ય સમાચારો પણ છે...