તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્વેલર્સોની મુશ્કેલીમાં વધારો:હોલમાર્કિંગ ફરજિયાત, 14,18, 22 કેરેટ સિવાયની જ્વેલરી હવે ખરીદી નહીં શકાય

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં માત્ર 8 જ સંસ્થા હોય 2500 જ્વેલર્સોને મુશ્કેલીનો સામનો કરવો પડશે
  • જ્વેલર્સો પાસે 12,16, 20 કેરેટના 6 ટનના 40 કરોડના ઘરેણાં તૈયાર પડેલા છે

કેન્દ્ર સરકારે 15 જૂનથી સોનાની જ્વેલરી પર ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત કર્યું છે. તમામ જ્વેલર્સ માટે અનિવાર્ય છે કે, તે ફક્ત બીઆઈએસ પ્રમાણિત ઘરેણા જ વેચે. સુરતમાં 2500 જ્વેલર્સ સામે હોલમાર્કિંગ કરતી માત્ર 8 સંસ્થા છે. જેથી જ્વેલર્સોની મુશ્કેલીમાં વધારો થશે. સરકાર દ્વારા 14, 18 અને 22 કેરેટ માટે આ નિયમ બનાવ્યા છે. પરંતુ સુરતના જ્વેલર્સો પાસે અંદાજે 6 ટન સોનાના દાગીના 12, 16 અને 20 કેરેટમાંથી બનાવેલા પડ્યા છે. હવે જ્વેલર્સોએ આ દાગીના ફરી તૈયાર કરવા પડશે.જેને કારણે સુરતના જ્વેલર્સોને અંદાજે 40 કરોડનું નુકસાન જશે.

હોલમાર્કિંગ લાગુ થયા બાદ ઘર કે લોકરમાં પડેલા જૂના ઘરેણાંનું શું થશે તે એક પ્રશ્ન છે. તમે કોઈપણ હોલમાર્કિંગ સેન્ટર પર અથવા ઘરેણાં વેચનારને ત્યાં જઈ જૂના ઘરેણાંનું હોલમાર્કિંગ કરાવી શકો છો. જૂના ઘરેણાનું મુલ્ય વધારે રહેશે. બીજું કે હોલમાર્કિંગનો આ નિયમ સોનાના દાગીના વેચનાર જ્વેલર્સ માટે લાગૂ કરાયો છે. ગ્રાહક હોલમાર્ક વગર પણ વેચી શકે છે.

ગ્રાહકોને હોલમાર્કિંગમાં આ જાણકારી મળશે
હોલમાર્કિંગનો નિયમ લાગુ થયા બાદ ફક્ત 22 કરેટ, 18 કેરેટ અને 14 કેરેટની જ્વેલરી વેચાશે. હોલમાર્કિંગમાં બીઆઈએસની મહોર, કેરેટની જાણકારી હશે. જ્વેલરી બનવાની તારીખ, જ્વેલરનું નામ પણ હશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમને ઈન્ટરનેશનલ માપદંડો સાથે જોડવામાં આવ્યું છે. પરંતુ ગ્રાહકોને 22, 18 અને 14 કેરેટ સિવાયની જ્વેલરી ખરીદવી હશે તો તેઓ હવે ખરીદી શકશે નહીં.

અમલીકરણ અંગે હજુ પણ સ્પષ્ટતા નથી
હોલમાર્કિંગના અમલ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ તેના અમલીકરણ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નોટિફિકેશનમાં એવું સ્પષ્ટ નથી જણાવ્યું કે, 15 જૂનથી જ અમલીકરણ કરવું. જેના કારણે તમામ જ્વેલર્સો પણ મૂંઝવણમાં મુકાયા છે. > નૈનેશ પચ્ચીગર, પ્રમુખ, ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસો

અન્ય સમાચારો પણ છે...