તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:દુબઈમાં જ્વેલરી શો, નાના વેપારીઓ ભાગ નહીં લઈ શકે

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં યોજાતો શો 14મીએ દુબઈમાં થશે

દર વર્ષે મુંબઈમાં યોજાતો ઈન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શો (આઈજીજેએસ) પ્રથમ વખત દુબઈમાં યોજાશે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(જીજેઈપીસી) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, 14થી 16 ઓગસ્ટ સુધી દુબઈમાં યોજાશે. જીજેઈપીસી દ્વારા દર વર્ષે મુંબઈમાં આ જ્વેલરી શોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં સુરતના અનેક નાના મોટા જ્વેલર્સો ભાગ લઈને પોતાની યુનિક જ્વેલરી ડિસપ્લે કરતાં હોય છે. પરંતુ શો દુબઈમાં યોજાવાનો હોવાથી માત્ર સુરતના મોટા જ્વેલર્સો જ ભાગ લઈ શકશે, નાના જ્વેલર્સો ભાગ લઈ શકશે નહીં.

આ ટ્રેર્ડફેરમાં 150૦ જેટલા બૂથમાં જીજેઇપીસીની સભ્ય કંપનીઓને ભાગ લેવા માટે અગ્રતા આપવાની સાથે મધ્ય પૂર્વ દેશોના ખરીદદારોને લક્ષ્યાંક બનાવશે. જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે કહ્યું કે, ‘આ જ્વેલરી શો માં પ્લેન તેમજ સ્ટડેડ જ્વેલરીની વિવિધ કેટેગરીઝ, લુઝ હીરા અને કલર ડાયમંડ પ્રદર્શનમાં મુકવામાં આવશે. નિયંત્રણ દૂર થતાં વિવિધ દેશોમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરી દેતા આભુષણોની નોંધપાત્ર માંગ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...