સૈદ્ધાંતિક મંજૂરી:જ્વેલરી પાર્કમાં 50 કરોડના ખર્ચે બનશે રાજ્યનું પહેલું CFC સેન્ટર, ડાયમંડની એકસ્પોર્ટ વધશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુરત, મુંબઈમાં મેગા કોમન ફેસિલિટી માટે 50-50 કરોડ ફાળવાશે

શહેરના ઈચ્છાપોર જ્વેલરી પાર્કમાં મેગા સીએફસી સેન્ટર (મેગા કોમન ફેસિલિટી સેન્ટર) બનાવવા કેન્દ્ર સરકારે જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ)ને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ પ્રકારનું સીએફસી સેન્ટર ગુજરાતનું પ્રથમ હશે. સુરત અને મુંબઈ સેન્ટર તૈયાર કરવા સરકારે 50-50 કરોડની ફાળવણી કરશે. આ સેન્ટરથી જ્વેલર્સ વધારે એક્સપોર્ટ કરી શકશે. હાલ સુરતના જ્વેલર્સ યુએસ, મલેશિયા, થાઈલેન્ડ સહિતના દેશોમાં જ્વેલરી એક્સપોર્ટ કરી રહ્યા છે. જીજેઈપીસીએ ડીપીઆર બનાવવા તૈયારી શરૂ કરી છે. આ સેન્ટર એક વર્ષમાં તૈયાર થઈ જવાની ગણતરી છે.

સેન્ટરમાં ડાયમંડને લગતી વૈશ્વિક કક્ષાની મશીનરી હશે
જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ સમય સાથે ટેક્નોલોજીમાં ફેરફાર આવે છે ત્યારે આ સેન્ટર બનવાથી સુરતના જ્વેલરી મેન્યુફેક્ચર્સને વિશ્વ કક્ષાની ટેકનોલોજી મળી રહે તે પ્રમાણે મશીનરીની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

નાના જ્વેલર્સને મોટા એકમ સ્થાપવા નહીં પડે
સુરતના નાના જ્વેલર્સની મેન્યુફેક્ચરિંગ એકમ સ્થાપવા માટે સક્ષમ હોતા નથી. ત્યારે તેઓ આ સેન્ટરમાં જઈને પોતાની મનગમતી ડિઝાઈનમાં જ્વેલરી તૈયાર કરી શકશે.

300થી વધુ જ્વેલર્સ માટે રિસર્ચ સેન્ટર પણ બનાવાશે
શહેરમાં 300થી વધારે નાના મોટા જ્વેલરી મેન્યુફેક્ચર્સ છે. આ સેક્ટરમાં જ્વેલર્સને રિસર્ચ કરવા મળશે, જેના કારણે સુરત જ્વેલરી સેક્ટરમાં વૈશ્વિક લેવલ પર ખીલી શકશેે.

CFC સેન્ટર એક વર્ષમાં આકાર લેશે, DPR બનાવવાની તૈયારી શરૂ કરી છે
જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ‘રાજ્યના પ્રથમ સીએફસી સેન્ટર માટે સૈદ્ધાતિંક મંજૂરી મળતા DPRની તૈયારી શરૂ કરી છે. આ સેન્ટર 1 વર્ષમાં આકાર લઈ લેશે. જેથી સુરતના નાના તેમજ મોટા જ્વેલર્સને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...