સુરત જ્વેલરીનું હબ બની રહ્યું છે ત્યારે શહેરના જ્વેલરી મેન્યુફેક્ચર્સને ઈન્ટરનેશનલ લેવલ પર ક્લાયન્ટ અને પ્લેટફોર્મ મળે તે માટે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા અમેરિકા, દુબઈ અને ઓસ્ટ્રેલિયમાં જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં 450થી વધારે જ્વેલરીનું ઉત્પાદન કરતી કંપનીઓ કાર્યરત છે. જેમાંથી 50 કંપનીઓ લેબગ્રોન ડાયમંડની જ્વેલરી બનાવી રહી છે.
સુરતમાં ઉત્પાદન થતી જ્વેલરી અમેરિકા સહિત દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. જેના માટે એસોસિએશન દ્વારા અમેરિકામાં જ્વેલરી શોનું આયોજન કરાયું છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં અમેરિકા અને જાન્યુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયા અને દુબઈમાં જ્વેલરી એક્સપોનું આયોજન કરવામાં આવશે. જ્યારે 16થી 19 ડિસેમ્બર સુધી સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ શોનું આયોજન થશે.
જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએસનના પ્રમુખ જયંતી સાવલિયા કહ્યું કે, ‘સુરતમાં હીરા અને હવે જ્વેલરી પણ બની રહી છે. સુરતના જ્વેલરિમેન્યુફેક્ચર્સને પ્લેટફોર્મ મળે તે માટે અમેરિકા, દુબઈ અને ઓસ્ટ્રેલિયામાં જ્વેલર શોનું આયોજન કરવાનું આયોજન કરાઈ રહ્યું છે.
45 જ્વેલરી ઉત્પાદકે સહમતિ દર્શાવી હતી
શહેરના જ્વેલરી ઉત્પાદકો અમેરિકામાં જ્વેલરી શોમાં આવવા માટે કેટલો રસ ધરાવી રહ્યાં છે તે જાણવા માટે એસોસિએશન દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં એક જ દિવસમાં 45 જ્વેલરી ઉત્પાદકોએ અમેરિકાના એક્ઝિબીશનમાં આવવા માટે સહમતિ દર્શાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.