• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Jewelers Association Protests Against HUID In Hallmarking, 3500 Jewelers From South Gujarat Including Surat Observed One Day Closure Today

જ્વેલર્સની હડતાળ:હોલમાર્કિંગમાં HUIDને લઇને જ્વેલર્સ એસોસિએશનનો વિરોધ, સુરત સહિત દક્ષિણ ગુજરાતના 3500 જ્વેલર્સે આજે એક દિવસનો બંધ પાળ્યો

સુરત2 મહિનો પહેલા
હોલમાર્કિંગમાં તમામ વિગતો પોર્ટલ પર ચઢાવવાની પ્રક્રિયા સામે જ્વેલર્સ એસોસિએશનમાં નારાજગી વ્યાપી ગઇ છે
  • સુરત જ્વેલર્સ એસો. પ્રમુખ કહે છે કે, હોલમાર્કિંગ આવકાર્ય છે, પરંતુ, એચયુઆઈડીનો વિરોધ છે

હોલમાર્કિંગની સાથે દરેક જ્વેલરીનું યુનિક આઈડી રજિસ્ટ્રેશન કરાવીને તમામ વિગતો પોર્ટલ પર ચઢાવવાની પ્રક્રિયા સામે જ્વેલર્સ એસોસિએશનમાં નારાજગી વ્યાપી છે. આજથી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો દ્વારા એક દિવસીય બંધનો નિર્ણય કરી વિરોધમાં જોડાયા છે.

એચયુઆઈડીનો નિયમ વિચિત્ર છે
આજથી કેન્દ્ર સરકાર દ્વારા બીઆઈએસ હોલમાર્કિંગના નિયમને જ્વેલરી ક્ષેત્રમાં ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક જ્વેલર્સ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગ્રાહક અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ વર્ગ માટે હોલમાર્કિંગનો રચવામાં આવેલો નિયમ આવકાર્ય છે, પરંતુ તેની સામે એચયુઆઈડીનો નિયમ તેટલો જ વિચિત્ર છે. આ નિયમ પોઈન્ટ ઓફ સેલની દ્રષ્ટિએ વેચાણવકર્તા જવેલર્સ સુધી રાખવામાં આવે તેવી અમારી માંગણી છે.

દક્ષિણ ગુજરાતના 3500થી વધુ જ્વેલર્સ, હોલસેલર્સ, મેન્યુફેક્ચરર્સ બંધમાં જોડાયા
જોકે, આ નિયમમાં મેન્યુફેક્ચરથી માંડીને હોલસેલર્સ સુધી સૌને સમાવી લેવામાં આવ્યા છે. આ નિયમ નહીં પાળનાર સામે દંડ તેમજ લાઈસન્સ કેન્સલ કરવા સુધીની જોગવાઈ પણ છે. જેના કારણે નાના જ્વેલર્સની સ્થિતિ ખરાબ થશે, જેના વિરોધમાં વિવિધ જવેલર્સ સંગઠનોએ આજથી એક દિવસીય બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. જેમાં સુરતના અંદાજે 2500 જ્યારે દક્ષિણ ગુજરાતના 3500થી વધુ જ્વેલર્સ, હોલસેલર્સ અને મેન્યુફેક્ચરર્સ બંધમાં જોડાયા છે.

હોલમાર્કિંગ આવકાર્ય, પરંતુ, એચયુઆઈડીનો વિરોધ છે
સુરત જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ સલીમ દાગીનાવાલાએ જણાવ્યું હતું કે, નાના જ્વેલર્સ આ લાંબી પ્રક્રિયાને પહોંચી શકે તેમ નથી. મુખ્ય તો જરાક પણ નાની ભૂલ થાય તો તેમાં લાઈસન્સ કેન્સલથી લઈને દંડ સુધીની જોગવાઈ છે. જેના કારણે જ્વેલર્સે કામ કરવું મુશ્કેલ થાય તેમ છે. હોલમાર્કિંગ આવકાર્ય છે, પરંતુ, એચયુઆઈડીનો વિરોધ છે, જેને લઈને સુરતના અંદાજે 2500 જ્વેલર્સે આજે બંધ પાળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...